ટ્રેનની મુસાફરીને એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. અકસ્માત થવાનો ખતરો ઓછો હોય છે તેવું સામાન્ય રીતે લોકો માને છે..પરંતુ આજકાલ અનેક ઘટનાઓ, અનેક ટ્રેન અકસ્માત સામે આવી રહ્યા છે જેને જોઈ એવું લાગે કે ટ્રેન પણ હવે સુરક્ષિત રહી નથી.. સુરત નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના થતા રહી છે.. અમદાવાદથી મુંબઈ જતી ડબર ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા.. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી..
2 જેટલા ડબ્બા છૂટા પડ્યા હોવાની માહિતી!
આ ઘટના સુરતના ઓલપાડના ગોથાણ નજીક કપલિનમાં બની છે.. ટ્રેનના અનેક ડબ્બાઓ છૂટા પડી ગયા જેને કારણે મુસાફરો પરેશાન થઈ ગયા.. કદાચ તેમને સમજમાં પણ નહીં આવ્યું હોય કે આ થયું શું? ટ્રેનના ડબ્બા છૂટા પડી જતામુસાફરો અધવચ્ચે અટવાઈ ગયા.. ઘટનાની જાણ થતા વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આ ઘટના કેવી રીતે બની તે અંગેની તપાસ શરૂ કરી દીધી છે.. પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા.
ટ્રેનમાં ટેક્નીકલ ખામીને કારણે આ ઘટના સર્જાઈ હોવાનું અનુમાન!
રેલવેની ટેક્નિકલ ટીમ નિરીક્ષણ માટે ઘટના સ્થળ પર પહોંચી છે અને જાણવાની કોશિશ કરી રહી છે કે કઇ રીતે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોઈ શકે છે.. માહિતી અનુસાર આ ઘટનાની અસર બીજી બધી ટ્રેનો પર પણ પડી છે. છૂટા પડેલા ડબ્બાઓને જોડવાની કામગીરી ચાલી રહી છે.. મહત્વનું છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સામાન્ય માણસને અનેક અગવડનો સામનો કરવો પડે છે.. ત્યારે આ ઘટના અંગે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..