આવતી કાલે સીએનજી પંપ સંચાલકો નહીં કરે અચોક્કસ મુદ્દતની હડતાળ, 3 માર્ચથી હડતાળ પર ઉતરવાના હતા સંચાલકો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-02 18:58:55

આવતી કાલથી સીએનજી પંપ સંચાલકો હડતાળ પર ઉતારવાના હતા પરંતુ આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. લાંબા સમયથી ડીલર માર્જિનમાં વધારો ન થતા તેઓ વિરોધ કરવાના હતા. આવતી કાલથી સીએનજી પંપના સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર જવાના હતા. જેને કારણે સીએનજી પંપ આગળ ભારે ભીડ જોવા મળી હતી. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. 


હડતાળ પર ઉતરવાના હતા ડિલર 

ડીલર માર્જિનમાં વધારો થાય તે માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. પરંતુ તેમની માગનું નિરાકરણ ન આવતા આવતી કાલથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના હતા. હડતાળ થાય તે પહેલા પંપ બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. 


હડતાળ કરવાની રખાઈ મોકૂફ 

સીએનજી ડીલર્સ એસોસિએશનની બેઠકમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને બંધના એલાનમાં સમર્થન આપ્યું હતું. સરકારને રજૂઆત કરવા છતાંય ડીલર માર્જિનમાં કોઈ વધારો ન થતાં આંદોલનનો માર્ગ પર ડિલરો ચાલવાના હતા. ત્યારે હવે આ મુદ્દતના નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. જો ડિલરો હડતાળ પર ઉતર્યા હોત તો રીક્ષા ચાલકોને તેમજ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોત.    




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...