કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો આંચકો, આજથી CNG-PNGના ભાવ વધ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:15:37

કાળઝાળ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલા દેશવાસીઓને દિવાળીના તહેવાર પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં વૃધ્ધી થઈ ગઈ છે.  કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી વચ્ચે હવે CNG-PNGના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન સહિત ઘર ખર્ચ ઉપર તેની સીધી કે આડકતરી રીતે અસર થશે. ટ્રાન્સપોર્ટિંગ ખર્ચમાં પણ વધારો થવાને પગલે ફળો અને શાકભાજીના ભાવમાં ઉછાળો આવશે. એટલે કે ચારે બાજુથી મોંઘવારી વધશે અને દિવાળી સુધી કોઈ રાહત મળશે નહીં.


કયા શહેરોમાં કેટલો વધારો થયો


ઈન્દ્રપ્રસ્થ ગેસ સર્વિસએ દિલ્હી-NCR સહિત કેટલાક શહેરોમાં 8 ઓક્ટોબરથી CNG અને PNGમાં 3 રૂપિયાનો વધારો કરી દીધો અને તેનો અમલ આજથી એટલે કે શનિવારથી થઈ ગયો છે. જેને પગલે દેશના વિવિધ શહેરોમાં કિંમતોમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત 75.61 રૂપિયાથી વધીને 78.61 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં કિંમત 78.17 રૂપિયાથી વધારીને 81.17 રૂપિયા થઈ ગઈ છે. અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો ગુરુગ્રામમાં સીએનજીની કિંમત 86.94 રૂપિયા, રેવાડીમાં 89.07 રૂપિયા, કરનાલમાં 87.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 85.84 રૂપિયા અને કાનપુરમાં 89.81 રૂપિયા થઈ ગઈ છે. 



મોદી સરકારે ગેસના ભાવ 40 ટકા વધાર્યા હતા


થોડા દિવસો પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે નેચરલ ગેસના ભાવમાં 40 ટકા સુધીનો વધારો કર્યો હતો. ત્યારથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દેશના અલગ-અલગ શહેરોમાં CNGના ભાવ પણ વધશે. જ્યારે નેચરલ ગેસ મોંઘો થાય છે ત્યારે CNG બનાવતી કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ હોય છે.



જાહેર પરિવહન માટે CNGનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે વાહનોમાં ઈંધણની કિંમત વધી જશે.  આ ભાવ વધારીન સીધી અસર ભાડામાં વધારારૂપે થશે જે મોંઘવારી વધુ વધારશે. CNGના ભાવ વધારાની સીધી અસર ચોક્કસપણે આવનારા સમયમાં જોવા મળશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?