રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજમાં શરૂ થશે CNG- ઇલેક્ટ્રિક બસ સેવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:24:00

જાહેર પરિવહનને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે જે અંતર્ગત રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહનની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત સરકારે શહેરી પરિવહન વ્યવસ્થા માટે 141 કરોડની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગર-દૂધરેજ વચ્ચે બસ સેવા શરૂ કરવાની પરવાનગી આપી છે. 

કરોડો રૂપિયાની સરકારે કરી ફાળવણી

રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે 50 ઈલેક્ટ્રીક બસના સંચાલન માટે 91 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત 7 વર્ષ માટે 32 સીએનજી બસના કોન્ટ્રાક્ટ બેઈઝ સંચાલન માટે  20 કરોડ 44 લાખની ફાળવણી કરવામાં આવી છે. અને ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે 9.03 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

   

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી 

સીએનજી અને ઈલેક્ટ્રિક બસ આવવાને કારણે વાયુ પ્રદર્શનમાં પણ ઘટાડો થશે. વધતા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. ઉપરાંત રોડ અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે આ બધી મુશ્કેલીનો અંત આવે અને શહેરી જનસંખ્યાની મુસાફરી સરળ બની રહે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરી દીધી છે. આ યોજના અંતર્ગત 500 ઈલેક્ટ્રિક બસ અને 689 સીએનજી બસને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.    






અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.