મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા લોકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલા વોટ્સએપ નંબરને સારો લોક પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોએ વિવિધ સરકારી વિભાગોને લગતી ફરિયાદો મુખ્યમંત્રી કાર્યલયના આ વોટ્સ એપ નંબર પર કરી હતી. લોકોની મૂળભુત સમસ્યાઓ જાણવા અને તેઓ સરકારી યોજનાઓના લાભ સારી રીતે મેળવી શકે તે માટે આ વોટ્સએપ નંબર જાહેર કરાવામાં આવ્યો હતો.
CMOને મળી 500થી વધુ ફરિયાદો
CMOએ વોટ્સએપ નંબર +91 7030930344 જાહેર કર્યાના માત્ર 20 કલાકમાં જ 500થી વધુ ફરિયાદ મળી છે. લોકોએ જે ફરિયાદો કરી તે પૈકી મોટાભાગની ફરિયાદો શિક્ષણ, આરોગ્ય, પોલીસ, પંચાયત, કલેક્ટર કચેરીને લગતી હતી. આમાંથી જિલ્લા કક્ષાની ફરિયાદો કલેક્ટર અને સંબંધિત અધિકારીઓને મોકલી આપવામાં આવી છે. આ સાથે એક અઠવાડિયામાં ફરિયાદની સામે લેવાયેલા પગલા અંગે સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા CM ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે.