CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહને પાણીચું અપાયું, PMOના આદેશ બાદ સરકારે લીધો નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-03 14:58:10

ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ખાતે ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય પત્રિકા કાંડમાં જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહનાનું નામ બહાર આવ્યા બાદ લેવામાં આવ્યો છે. જો કે, આ આ પત્રિકા અંગેની સ્ક્રીપ્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં લાંબા સમયથી ફરજ બજાવતા સંયુક્ત સચિવ પરિમલ શાહના કાર્યાલયમાં જ  લખાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં સચિવ સ્તરેથી પરિમલ શાહને રવાના કરવાની સુચના આવતાં ગુજરાત સરકારે આ અંગે નિર્ણય લીધો હતો.


પીકે મિશ્રાની સૂચના બાદ નિર્ણય 


સીએમઓના સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરાઈ છે. પીએમઓના સચિવ પીકે મિશ્રાની સીધી સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, આ બાબતે ગાંધીનગરમાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી, તમામ અધિકારીઓએ મૌન સેવી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિમલ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી સીએમઓમાં ફરજ બજાવતા. પરંતું તાજેતરમાં ગુજરાત ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાના પત્રિકાકાંડમાં પરિમલ શાહના ભાણિયા જીમિત શાહ અને પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા હતા. 


એ બી પંચાલને ચાર્જ  સોંપાયો


સીએમઓમાં જ બેસીને પરિમલ શાહે ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાની વિરુદ્ધના પત્રિકાના લખાણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. તેઓ ગેસ કેડરના અધિરકારીઓને દબાવતા હોવાનો પણ આરોપ પણ તેમના પર લગાવવામાં આવી રહ્યો છે. જીમિત શાહની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે જ પરિમલ શાહનું રાજીનામું લઈ લેવાય તેવી ચર્ચા હતી, પરંતું તેઓ બચી ગયા હતા. પરંતું આખરે પીએમઓમાંથી તેમને પાણીચું પકડાવી દેવાયું છે. હાલ તેમનો ચાર્જ સીએમઓમાં ઓએસડી તરીકે ફરજ બજાવતા એ બી પંચાલને સોંપાયો છે. આ ઉપરાંત તત્કાલીન આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીનું સ્ટીંગ ઓપરેશન કરનારા મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સાથે પણ પરિમલ શાહના તાર જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?