સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી એટલે કે CMIEએ પોતાના આંકડા રજુ કરી સૌને ચોંકાવી દીધા હતા. દેશ અને રાજ્યોની સરકાર ભલે પોતાની વાહવાહી નગારા વગાડીને કરતી હોય પરંતુ વાસ્તવિક દ્રશ્યો આવા સર્વેમાંથી બહાર આવતા હોય છે.
CMIEએ ઓગસ્ટ માસનો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તેણે બેરોજગારીના આંકડા દર્શાવ્યા હતા. જેમાં CMIEએ નોંધ્યું હતું કે જુલાઈ મહિનાની તુલનાએ ઓગસ્ટ મહિનામાં 20 લાખ લોકો બેરોજગાર થયા હતા. જુલાઈમાં બેરોજગારીનો દર 6.8 ટકા હતો અને રોજગારી 397 મિલિયન હતી. ઓગસ્ટમાં જુલાઈની તુલનામાં 20 લાખ લોકો બેરોજગાર થયા હોવાના કારણે બેરોજગારી દર 8.3 ટકા થઈ ગયો હતો.
કયા રાજ્યમાં કેટલી બેરોજગારી?
CMIEના રિપોર્ટ મુજબ હરિયાણામાં સૌથી વધુ બેરોજગારો છે અને છત્તીસગઢમાં સૌથી ઓછા બેરોજગારો છે. આંકડાના ચક્કરમાં પડીએ તો હરિયાણામાં 100એ 37 લોકો બેરોજગાર છે. જ્યારે છત્તીસગઢમાં 0.4 ટકા બેરોજગારી છે. એટલે કે છત્તીસગઢમાં 100 લોકોમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ મળશે જેની પાસે રોજગારી નથી.
CMIEના રિપોર્ટમાં કયા રાજ્યોમાં સૌથી ઓછી બેરોજગારી?
ગામડાની તુલનામાં શહેરના લોકો વધુ બેરોજગાર
શહેરી બેરોજગારી દર સામાન્ય રીતે ગ્રામીણ બેરોજગારી દર કતાં 8 ટકા જેટલો ઉંચો હોય છે. ઓગસ્ટમાં શહેરી બેરોજગારીનો દર વધીને 9.6 ટકા અને ગ્રામ્ય બેરોજગારીને દર પણ વધીને 7.7 ટકા થઈ ગયો હતો. વરસાદમાં વાવણીને અસર થતા રોજગારી ઘટી ગઈ હતી.