બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિગતવાર રિપોર્ટ મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મોટી વાત કહી. સીએમ નીતિશે રાજ્યમાં OBC અનામતનો વ્યાપ વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
બિહાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન, સીએમ નીતિશે બિહારમાં અનામતનો વિસ્તાર 50 થી વધારીને 65 કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. EWS ના 10 ટકાનો સમાવેશ કરીને આરક્ષણને 75 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ચર્ચા દરમિયાન સીએમ નીતિશે કહ્યું કે અનામત વધારવા માટે સલાહ લેવામાં આવશે. અમે આ સત્રમાં જ ફેરફારો લાગુ કરવા માંગીએ છીએ.
#WATCH | Patna: In the Bihar Assembly, Bihar CM Nitish Kumar says, "The 50% (reservation) should be increased to at least 65%... The upper caste has 10% already (EWS). So 65 and 10 make 75%. The remaining would be 25%. Earlier, 40% was free now it would be 25%. The reservation… pic.twitter.com/2UsOinNnOi
— ANI (@ANI) November 7, 2023
અનામતનો વ્યાપ કેવી રીતે વધારશે?
#WATCH | Patna: In the Bihar Assembly, Bihar CM Nitish Kumar says, "The 50% (reservation) should be increased to at least 65%... The upper caste has 10% already (EWS). So 65 and 10 make 75%. The remaining would be 25%. Earlier, 40% was free now it would be 25%. The reservation… pic.twitter.com/2UsOinNnOi
— ANI (@ANI) November 7, 2023સીએમ નીતિશે કહ્યું કે સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ દરખાસ્ત મુજબ - - હાલમાં SC માટે 16 ટકા અનામત વધારીને 20 ટકા કરવામાં આવશે - STને 1 ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવશે - EBC (એકસ્ટ્રીમલી બેકવર્ડ) અને OBCને મળીને 43 ટકા અનામત આપવામાં આવશે.
જાતિ આધારિત ગણતરી અંગેના મહત્વના મુદ્દા
વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બિહારમાં અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ 42.93% પરિવારો ગરીબ છે.
સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યમાં 33% લોકો શાળાએ પણ જતા નથી. એટલું જ નહીં રાજ્યમાં સૌથી ગરીબ વર્ગ ભૂમિહાર પરિવારો છે. તે પછી બ્રાહ્મણ પરિવારો છે. જ્યારે સામાન્ય વર્ગમાં ગરીબ પરિવારોની સંખ્યા 25.09 ટકા છે. પછાત વર્ગમાં 33.16 ટકા ગરીબ પરિવારો છે. અત્યંત પછાત (EBC)માં 33.58 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. અન્ય જાતિઓમાં 23.72 ટકા ગરીબ પરિવારો છે.