CM કેજરીવાલનો દ્રઢ નિર્ધાર 'જો તમે BJPમાં જોડાઓ તો તમારા તમામ ખૂન માફ... હું ઝૂંકવાનો નથી'


  • Published By :
  • Published Date : 2024-02-04 19:07:08

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં દાવો કર્યો છે કે તેમના પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે પણ હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. દિલ્હીના સીએમએ કહ્યું કે જો તમે ભાજપમાં જોડાશો તો તમામ ખૂન માફ છે, પરંતુ અમે શું ખોટું કર્યું છે? કિરારી વિધાનસભા ક્ષેત્રમાં બે નવી સરકારી શાળાઓનો શિલાન્યાસ કરતી વખતે, સીએમ કેજરીવાલે કહ્યું કે કોઈ અમને રોકવાનો ગમે તેટલો પ્રયાસ કરે, અમે દિલ્હીમાં જે શિક્ષણ ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે તેને અમે ક્યારેય ઓલવા દઈશું નહીં.


કેજરીવાલ પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ


કેજરીવાલે આરોપ લગાવ્યો કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે ફરી એકવાર મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર નકલી કેસમાં જેલમાં ધકેલવાનો આરોપ લગાવ્યો હતો. સીએમએ કહ્યું, "બધી એજન્સીઓ કેજરીવાલની પાછળ પડી ગઈ છે. મનીષ સિસોદિયાની ભૂલ છે કે તે સારી શાળાઓ બનાવી રહ્યા હતા. સત્યેન્દ્ર જૈનની ભૂલ છે કે તે સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ બનાવી રહ્યા હતા. આજે જો મનીષ સિસોદિયાએ શાળાઓ પર કામ કર્યું ન હોત અને જો સત્યેન્દ્ર જૈન હૉસ્પિટલમાં કામ ન કરતો હોત તો તેની ધરપકડ ન થઈ હોત.


તમામ કાવતરાં કર્યા, પણ અમને ઝુકાવી શકશે નહીં


અરવિંદ કેજરીવાલે કહ્યું, "તેઓએ તમામ ષડયંત્ર રચ્યા, પરંતુ અમને ઝુકાવી શક્યા નહીં. જો તમે એમ વિચારતા હોવ કે અમે શાળાઓ અને હોસ્પિટલો બનાવવાનું બંધ કરી દઈશું, તો એવું નહીં થાય. શાળાઓ અને હોસ્પિટલો બનાવવામાં આવશે. ભલે તમે કેજરીવાલને જેલમાં નાખી દો. આજે તેઓ આપણું કોઈ નુકસાન કેમ કરી શકતા નથી? શાળામાં ભણેલા ગરીબ બાળકોના કરોડો માતા-પિતાના આશીર્વાદ અમારી પાસે છે અને જેને ગરીબોના આશીર્વાદ છે તેના પર ભગવાનના આશીર્વાદ હોય છે." તેમણે કહ્યું કે, "તેઓ અમારી વિરુદ્ધ ગમે તે ષડયંત્ર કરે, કંઈ થવાનું નથી અને હું પણ મક્કમ છું. હું તેમની સામે ઝૂકવાનો નથી. આ લોકો કહે છે કે તેઓ ભાજપમાં આવશે તો છોડી દેશે, મેં કહ્યું કે હું બીજેપીમાં બિલકુલ જોડાઈશ નહીં.", હું ક્યારેય ભાજપમાં જોડાઈશ નહીં. જો તમે ભાજપમાં જોડાશો તો તમામ લોહી ખૂન માફ છે. અમે શું ખોટું કર્યું છે, અમે ફક્ત શાળાઓ, રસ્તાઓ અને હોસ્પિટલો બનાવી રહ્યા છીએ. મને તમારા લોકો તરફથી પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે.  મારી એક જ વિનંતી છે. તમારા આ આશીર્વાદ કાયમ અમારી પર રાખજો મારે બીજુ કંઈ જોઈતું નથી."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે