CM કેજરીવાલ અને ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે, ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે સભા ગજવશે


  • Published By :
  • Published Date : 2024-01-07 12:17:23

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવા અને ગોળીબાર કરવા બદલ હાલ રાજપીપળા જેલમાં બંધ છે, ત્યારે આપના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે સભા સંબોધશે. ઉલ્લેખનિય છે કે સીએમ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ શરૂઆતમાં ત્રણ દિવસનો હતો પરંતુ મુખ્યમંત્રીએ આગામી બજેટ સત્ર (6 જાન્યુઆરી) માટે નાણામંત્રી આતિષી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવાની હતી, તેથી તેમનો પ્રવાસ ટુંકાવીને બે દિવસનો કરવામાં આવ્યો છે. 


નેત્રંગ ખાતે જનસભા સંબોધશે 


આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઇ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે સભા સંબોધશે. 7 જાન્યુઆરીના રોજ બપોરના સમયે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ તેઓ બપોરે 1:00 વાગે નેત્રંગ ખાતે સભા સ્થળ પર પહોંચશે અને સભા સંબોધશે. ત્યારબાદ સાંજે 7:00 વાગે પ્રદેશના આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે.


રાજપીપળા જેલમાં વસાવા સાથે કરશે મુલાકાત


વડોદરામાં રાત્રી રોકાણ બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બીજા દિવસે તારીખ 8 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 11:00 વાગે રાજપીપળા જેલ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લેશે. આ મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા લોકપ્રિય આદિવાસી ચહેરો છે તેથી AAPએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે વસાવા લોકસભાના ઉમેદવાર હશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?