જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ભ્રષ્ટાચારને લઈ અનેક વખત વાતો કરવામાં આવી છે પરંતુ હવે તો ભ્રષ્ટાચારને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ વાત કહી હતી.
ભ્રષ્ટાચાર કરતા નાના કર્મચારીઓ પકડાઈ જાય છે પરંતુ...!
ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક કર્મચારીઓ, અધિકારીઓ એવા હોય છે જે લાંચ લે છે. જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે નાની માછલીઓ પકડાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. કરપ્શન એ હદે વધી ગયું છે કે આપણને એમ થાય કે આટલા પૈસાનું આ લોકો કરશે શું?
ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ કહી આ વાત!
ગુજરાતના મુખ્યમંત્રીને આપણે મૃદ્દુ અને મક્કમ માનીએ છીએ. મક્કમતાથી તે અનેક નિર્ણયો લે છે ઉપરાંત સંવેદનશીલતા પણ દર્શાવે છે. ભ્રષ્ટાચારને લઈ મુખ્યમંત્રીએ જે વાત કરી છે તેને સાંભળવા જેવી છે. ભ્રષ્ટચાર, ચારિત્ર્યને લઈ વાત કરી હતી. ભ્રષ્ટાચારની વાત સાંભળીને એમ થાય કે શું કરવું? સીએમએ કહ્યું કે ડાઈનિંગ ટેબલ પર તમે જમવા બેસો ત્યારે આપણને સંતોષ થવો તો જોઈએને.. શું ખાવ તમે? કેટલું ખાવ? શું દોડ દોડ.? કેટલા રૂપિયા કમાવા છે, કોના માટે કમાવા છે ? તેની ખબર નથી...
ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ વિશે તમારું શું કહેવું છે?
.#Analysis #DevanshiJoshi #Gujarat #IPS #Police #Jamawat #Jamawatupdate pic.twitter.com/kPgQZY1xSY
— Jamawat (@Jamawat3) February 17, 2024
કર્મનું પરિણામ તો ભોગવવું જ પડે છે...!
ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ વિશે તમારું શું કહેવું છે?
.#Analysis #DevanshiJoshi #Gujarat #IPS #Police #Jamawat #Jamawatupdate pic.twitter.com/kPgQZY1xSY
આપણે ત્યાં કહેવાય છે કે કર્મ કોઈને નથી છોડતું. વહેલા મોડા પણ કર્મનું પરિણામ આપણે ભોગવવું પડે છે. દિવસ દરમિયાન જો આપણે નીતિ મત્તાથી કામ કર્યું હશે તો જ રાત્રે આપણને સારી ઉંધ આવશે. અને જો દિવસ દરમિયાન નીતિમત્તાથી કામ નહીં કર્યું હોય, ખોટું કામ કર્યું હશે તો રાતોની ઉંધ હરામ થઈ જતી હોય છે....