CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા ખેડા તાલુકા સેવા સદનની મુલાકાતે, કરી ફાઈલોની તપાસ, ફાઈલમાં લોચો લાગતા કરી આ કાર્યવાહી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-17 13:02:23

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી ઉધઈની જેમ કોરી ખાય છે . કેમ કે, આ ભ્રષ્ટાચાર જ્યારે શિષ્ટાચાર બની જાય ત્યારે, મોરબીનો પુલ કાંડ, વડોદરાનો હરણીકાંડ , અને હમણાં જ થયેલો રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓને આમંત્રણ આપે છે. આ બધી જ દુર્ઘટના ભોગ લે છે સામાન્ય માણસનો. અને પાછળ રહી જાય છે કલ્પાંત કરતી જિંદગીઓ. પણ હવે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે બાથ ભીડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે જ ખુબ સક્રિય દેખાઈ રહ્યા છે. તેમના દ્વારા આપવામાં આવતું નિવેદન, તેમના દ્વારા કરવામાં આવતી કાર્યવાહી આની તરફ સંકેત કરી રહ્યા છે..   

ખેડા તાલુકા સેવાસદનની લીધી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત 

ગુજરાતમાં અધિકારીઓનું રાજ અને તેમાં પણ તેમનો ભ્રષ્ટાચાર એ સામાન્ય માણસ માટે માથાનો દુખાવો બની ગયો છે. અને એક બાબત ખુબ જ સ્પષ્ટ બની ગઈ છે કે, ગુજરાત સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈસા મૂકોને ખેલ જોવોએ તેમનું ચલણ અને વલણ બની ચુક્યા છે. પરંતુ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે જ એકશનમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ શુક્રવારના રોજ આણંદના સારસા ગામ ખાતે ગ્રામજનો સાથેનો એક સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર ખેડા તાલુકા સેવાસદનની મુલાકાતે પહોંચ્યા હતા. 



સેવા સદનમાં આવેલા સામાન્ય નાગરિકો સાથે કરી હતી મુલાકાત  

આ કચેરીએ આવકના દાખલા,જાતિ પ્રમાણપત્રો , જન્મ પ્રમાણપત્રો , ખેડૂતોના રસ્તાના કેસો જેવી રોંજિદી કાર્યવાહીનું ખુબ ઝીણવટ પૂર્વકનું નિરીક્ષણ કર્યું હતું, ઉપરાંત આ સેવાસદનમાં મુલાકાત માટે આવેલા એટલે કે પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો અને મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી વિશે પૂછતાછ કરી હતી . તેમનો ફીડ બેક લીધો હતો. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રને મુલાકાતીઓ માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા સૂચનો પણ કર્યા હતા . આ ઉપરાંત જરૂરી માર્ગદર્શન પદાધિકારીઓને પૂરું પાડ્યું હતું . 



100 જેટલી ફાઈલોની કરી ઝીણવટ પૂર્વક તપાસ 

જેવા જ CM આ કચેરીએ પહોંચ્યા છે તેવી ખબર કચેરીમાં પડતા જ અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા . મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ રાજકુમાર, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ સહિતના અધિકારીઓ હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડાના મામલતદાર પ્રીતિબેન શાહની મહેસુલ વિભાગની 100 જેટલી ફાઈલોની તપાસ કરી હતી. જોકે આ દરમ્યાન પ્રીતિ શાહની બેદરકારી બહાર આવી હતી . 



જો હમણાં પગલા નહીં લેવામાં આવે તો... 

જેના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી તેમની બદલી છોટાઉદેપુરના disaster managment સેલમાં કરી નાખી હોય તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે સિસ્ટમમાં એ હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે તેને હમણાં દૂર નહીં કરવામાં આવે તો બહુ વાર થઈ જશે..! એ હદે લોકો મજબૂર થઈ રહ્યા છે કે જ્યાં સુધી પૈસા નથી આપતા ત્યાં સુધી તેમનું કામ નથી થતું..! અનેક કિસ્સાઓમાં પૈસા પહેલા આપવા પડે છે અને પછી કામ થાય છે...! ત્યારે મૃદુ મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર મામલે મક્કમતા દેખાડે તેવી આશા..   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?