હર્ષ સંઘવીએ કહ્યું "બસમાં બેસીને રકાબીમાં ચા પીવો તો પણ ન ઢોળાય", પણ ખરેખર તેવા રસ્તાઓ છે?


  • Published By :
  • Published Date : 2023-02-13 19:41:32

રાજ્યની ભાજપ સરકાર વિવિધ પ્રકારના લોક કલ્યાણના કાર્યો દ્વારા પ્રજાના દિલ જીતવાના પ્રયાસો કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એસટી ડેપો ખાતે આ નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લરઝરી બસનો સમાવેશ થાય છે. સુરક્ષા અને સલામતીને ધ્યાનમા રાખીને આ બસની બોડી કોડ AIS-052અને CMVR મુજબ આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 40 સ્લીપર કોચ બસ 16 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી  છે, તો 111 લરઝરીનો બસોને 37 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા છે.


હર્ષ સંઘવીના નિવેદને ચર્ચા જગાવી


ગાંધીનગરમાં આયોજીત બસ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે 'નાગરિકોને સારી સુવિધા મળી રહે તે માટે વધુ બસનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા મળી રહેશે. આ નવી બસોની વિશેષ ખાસિયત એ છે કે તેમાં બેસીને ચા રકાબીમાં પણ પીવો તો એ ન ઢોળાય અને ઉંમરલાયક લોકોને કોઈ પણ પ્રકારનો ઝટકા ન લાગે તેવા પ્રકારની સુવિધાયુક્ત આ બસો છે. અત્યારે 900 બસો શરૂ કરવા માટે તારીખ આપવામાં આવશે. અને તબક્કાવાર 150-150 બસો શરૂ કરવામાં આવશે. જો કે તેમાં રસપ્રદ બાબત એ છે કે રાજ્ય સરકારે લોકો માટે આવી મોંઘીદાટ બસો શરૂ તો કરી પણ આ બસમાં મુસાફરી દરમિયાન ચાની રકાબીમાંથી ચા પણ ન ઢોળાય તેવા માર્ગો ખરેખર આપણે ત્યા છે ખરાં? લોકો હવે આ સવાલ દબાયેલા અવાજમાં પુછી રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?