CM ભૂપેન્દ્ર પટેલે સોનગઢની શાળાની લીધી ઓચિંતી મુલાકાત, મીટરના ખુલ્લા વાયરો જોઈ કલેક્ટરને લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2023-08-09 18:58:00

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી ગુણસદાની આશ્રમ શાળાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ગુણસદા પ્રા.શાળા ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણસદા પ્રા.શાળા ખાતે શાળાના કેમ્પસની મુલાકાત લીધી હતી. ગુણસદા પ્રા.શાળા ખાતે તેમણે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે શાળા અને વિદ્યાર્થીઓના છાત્રાવાસમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. શાળાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીનું ધ્યાન શાળામાં વીજળીના મીટર ખુલ્લા તાર ખુલ્લા વાયરો જતાં તેઓ ચોંકી ઉઠયા હતા અને કલેક્ટરને ફટકાર લગાવી હતી લીધો હતો. 


કલેક્ટરને ફટકાર લગાવી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં મીટરના ખુલ્લા વાયરો મામલે કલેક્ટરનો ઉધડો લીધો હતો. શાળાની પરિસ્થિતી જોઇને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ બધી જ વ્યવસ્થા કરી દઇશું એમ કહીને ચાલતી પકડી હતી. શાળાની ઓચિંતી મુલાકાતને કારણે શિક્ષણબેડામાં પણ ફફડાટ ફેલાયો હતો. મુખ્યમંત્રી દ્વારા કલેક્ટરને સવાલો કરાતા તેઓ પણ હતપ્રભ થઇ ગયા હતા. ગુણસદાની આશ્રમ શાળા જિલ્લા પંચાયત સંચાલિત હસ્તક કામગીરી કરે છે. જો કે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી મીડિયા સમક્ષ મૌન રહ્યા હતા. મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ બે હાથ જોડીને કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. 


CM ભૂપેન્દ્ર પટેલે લીધી શાળાની ઓચિંતી મુલાકાત


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવેદના સભર સંવાદ સાધતા ભણતર અંગે તેમજ શિક્ષણેત્તર પ્રવૃતિઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.તેમણે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મેળવી સ્વર્ણિમ ભાવિનું ઘડતર કરવા પ્રેરણા આપી હતી. ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અમલી શૈક્ષણિક યોજનાઓ વિશે જણાવી આ યોજનાઓનો લાભ લઈને ભણીગણીને ખુબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. CM ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય મંત્રી કુંવરજી ભાઇ હળપતિ સહિત અગ્રણીઓ અધિકારીઓ પણ જોડાયા હતા.


IAS ધવલ પટેલના રિપોર્ટ બાદ સરકાર એક્શન મોડમાં


રાજયના આદિવાસી જિલ્લાઓમાં શિક્ષણની કથળતી સ્થિતી મુદ્દે અગાઉ IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને છોટાઉદેપુરની 6 ગામની શાળાઓની મુલાકાત બાદ પત્ર લખ્યો હતો. જે પત્રમાં શાળાઓમાં રહેલી ક્ષતિઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ શિક્ષણતંત્રમાં હડકંપ મચી ગયો હતો. જો કે હવે સફાળા જાગીને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ પણ સજાગ થઇને શાળાઓની મુલાકાત લઇને શાળાઓની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?