CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી અને અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક, બે કલાકની મીટીંગને લઈ અનેક તર્ક વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-12-20 22:31:58

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક અને અન્ય કામકાજ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી જવા રવાના થયા છે. ભૂપેન્દ્ર પટેલ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદીએ બેઠક યોજી હતી, એવું પણ જાણવા મળ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે લોકસભાની સામાન્ય ચૂંટણીને છ મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે અને વિપક્ષના બે ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે CM અને વડા પ્રધાન વચ્ચે આ બીજી બેઠક યોજાઈ રહી છે જેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.


બે કલાકથી વધુ સમય સુધી ચાલી બેઠક


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બેઠક છેલ્લા બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ મહત્વની બેઠકનો એજન્ડા તો જાણી શકાયો નથી પણ ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફાર અંગે ચર્ચા થઈ રહી હોવાની શક્યતા છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શું ફેરફાર થાય છે  તે તો આગામી સમય જ બતાવશે પણ આ બેઠકને લઈ ગાંધીનગર અને નવી દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. 


PM મોદી આવશે ગુજરાત


આ બેઠકમાં રાજ્યના રાજકારણ ઉપરાંત  રાજ્યમાં યોજાનારી આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદી 10 જાન્યુઆરી ગાંધીનગરમાં કરવાના છે. રાજ્ય સરકારે ગઈકાલે જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રોના પ્રધાન મંત્રીઓ અને રાષ્ટ્રપતિઓ, ભારત અને વિદેશની મોટી કંપનીના સીઈઓ સાથે સમિટમાં ભાગ લેશે. તે ઉપરાંત વડાપ્રધાન ટૂંક સમયમાં ગુજરાતમાં રાજકોટ એઈમ્સ અને સાબરમતીમાં મલ્ટી-મોડલ હબ અને બેટ દ્વારકા-ઓખા સી બ્રિજ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?