ગુજરાતના પવિત્ર યાત્રાધામોની સ્વચ્છતાને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મોટી પહેલ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ દ્વારા મંદિરોમાં સફાઈ કરવામાં આવશે. સરકારના નિર્ણય મુજબ રાજ્યના 24 જેટલા ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ કરવામાં આવશે.મુખ્યમંત્રી અને મંત્રીઓ જ નહીં ધારાસભ્ય અને સાંસદો પણ આ સફાઈ અભિયાનમાં જોડાશે. આ નેતાઓ સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિતના યાત્રાધામોની મુલાકાત લઈ ત્યાંની સફાઈ કરશે.
કોણ ક્યાં સફાઈ કરશે?
ગાંધીનગરના સચિવાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે અખાત્રીજના દિવસે રાજ્યભરના પવિત્ર યાત્રાધામોની સફાઈને લઈને એક વિશેષ અભિયાન આ દિવસે ચલાવવામાં આવશે. જેમાં સી.આર પાટીલ, સુરતના અંબાજી મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકોટના કરણસિંહજી બાલાજી હનુમાન, ઋષિકેશ પટેલ, ઊંઝા ઉમિયા ધામ ખાતે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ડાંગના સબરીધામની સફાઈ કરશે.
અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે હર્ષ સંઘવી, ગાંધીનગરના અક્ષરધામ ખાતે જગદીશ વિશ્વકર્મા, જુનાગઢ અંબાજી મંદિર ખાતે રાઘવજીભાઈ પટેલ, મહેસાણાના બેચરાજી ખાતે બળવંતસિંહ રાજપુત દ્વારકાધીશ મંદિર ખાતે મૂળભાઈ બેરા,બનાસકાંઠાના અંબાજી મંદિર ખાતે બચુભાઈ ખાબડ અને સુરતના કામરેજ ખાતે ગાયપગલા મંદિર ખાતે મુકેશ પટેલ આ અભિયાનમાં જોડાશે.
તે ઉપરાંત ડાકોર ખાતે રમણ સોલંકી માતાના મઢ કચ્છ ખાતે વિનોદ ચાવડા, શામળાજી ખાતે ભીખુ સિહજી પરમાર પાવાગઢ ખાતે જેઠાભાઈ ભરવાડ, સૂર્યમંદિર મોઢેરા ખાતે શારદાબેન પટેલ અને રમેશભાઈ કાગવડ ખોડલધામ ખાતે સફાઈ અભિયાનનું નેતૃત્વ કરશે.