CM ભૂપેન્દ્ર પટેલની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કડક સુચના, 'ભેળસેળિયા તત્વો સામે આકરા હાથે કામ લો'


  • Published By :
  • Published Date : 2023-11-07 16:48:14

રાજ્યમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાદ્ય ચીજોમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તમામ પ્રકારની વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. ડેરી પ્રોડક્ટ જેવી કે ઘી, પનીર, ચીઝ, માવો-મીઠાઈઓ, ફરસાણ, ખાદ્યતેલ, અનાજ, કઠોળ, મુખવાસ સહિતની જીવન જરૂરીયાતની ચીજોમાં ભેળસેળના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાદ્યચીજોમાં ભેળસેળ મુદ્દે ચિંતા વ્યકત કરી અને અને રાજ્યમાં બેફામ બનેલા ભેળસેળીયા તત્વો પર લગામ કસવા માટે  અધિકારીઓને આદેશ કર્યો છે.


કેબિનેટની બેઠકમાં કર્યો આદેશ


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભેળસેળિયા તત્વો સામે આકરા હાથે કામ લેવા રાજ્યમંત્રી મંડળની બેઠકમાં આદેશ આપ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ મામલે કડક સુચના આપી છે. તેમણે કહ્યું કે ખાદ્ય સામગ્રીની ભેળસેળ બિલકુલ ચલાવી લેવામા નહીં આવે. ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ડ્રાઇવ માત્ર તહેવાર પૂરતી નહીં પણ નિયમિત ડ્રાઇવ કરવાની મુખ્યમંત્રી પટેલે સૂચના આપી છે.


ભેળસેળિયા તત્વો સામે તવાઇ 

 

રાજ્યમાં ભેળસેળીયા તત્વો દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળના પરિણામે જન આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે તેને પહોંચી વળવા માટે થઈને હવે મુખ્યમંત્રીએ રાજ્યના ઔષધ નિયમન તંત્રને છૂટા હાથનો દોર આપ્યો છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવા આજે કેબિનેટની બેઠકમાં આદેશ આપ્યા છે. હવે ટૂંક સમયમાં ભેળસેળિયા તત્વો સામે તવાઇ નિશ્ચિત બની છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?