ગુજરાત પર વિનાશક ચક્રવાત બિપરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. આ મહા વિનાશક વાવાઝોડું પોરબંદરથી 420 કિ.મી. દૂર છે અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે અતિ વિનાશક વાવાઝોડું પસાર થઇ શકે છે. સૌરષ્ટ્રના તમામ પોર્ટ પર 4 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વિનાશક વાવાઝોડું દ્વારકાથી 490 કિલોમીટર અને નલીયાથી 570 કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે વાવાઝોડાની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે. કચ્છમાં વાવાઝોડુ 150 કિમિ પ્રતિ ઝડપે જમીન ઉપર ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની ભયાનકતા જોઈ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક પણ યોજી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. આ તમામ મંત્રીઓને તેમને સોંપાયેલા જે તે જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને જવાબદારી સોંપી છે તેમજ મંત્રીશ્રીઓને સંબંધિત જિલ્લાઓમાં…
— CMO Gujarat (@CMOGuj) June 11, 2023
આ મંત્રીઓને સોંપાઈ જિલ્લાની જવાબદારી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને જવાબદારી સોંપી છે તેમજ મંત્રીશ્રીઓને સંબંધિત જિલ્લાઓમાં…
— CMO Gujarat (@CMOGuj) June 11, 2023મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત Cyclone Biparjoy ની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં 1-કચ્છ -મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરીયા, 2-મોરબી- કનુભાઈ દેસાઈ, 3-રાજકોટ-રાઘવજી પટેલ, 4-પોરબંદર- કુંવરજી બાવળિયા, 5-જામનગર-મુળુ ભાઇ બેરા, 6-દેવભૂમિ દ્વારકા- હર્ષ સંઘવી, 7-જૂનાગઢ-જગદીશ વિશ્વકર્મા, 8-ગીર સોમનાથ- પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે.
બેઠકમાં આ ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી સમીક્ષા બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલના સચિવ અવંતિકા સિંઘ, રાહત કમિશનર આલોક પાંડે, મહેસુલ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોશી સહીતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.