રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં બજેટ પર ભાષણ આપતી વખતે જૂનું ભાષણ વાંચ્યું. જે બાદ રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીનું બજેટ ભાષણ ત્રીસ મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે મુખ્યમંત્રી ગેહલોતે જૂનું બજેટ વાંચ્યું.
दोबारा बजट पेश होना चाहिए, ये बजट लीक हो गया, राज्यपाल के पास वापस , कॉपी जानी चाहिए, बजट गोपनीय होता है, बजट के वक्त गलत पढ़ा जा रहा है, ये अफसर शाही को पता कैसे लगा, ये लीक हो गया' - @Gulab_kataria #Budget #Rajasthan#RajasthanBudget2023 pic.twitter.com/AB4D0rEtzt
— Gajendra Singh Sisodia (@gssjalore) February 10, 2023
વિધાનસભામાં હોબાળો
दोबारा बजट पेश होना चाहिए, ये बजट लीक हो गया, राज्यपाल के पास वापस , कॉपी जानी चाहिए, बजट गोपनीय होता है, बजट के वक्त गलत पढ़ा जा रहा है, ये अफसर शाही को पता कैसे लगा, ये लीक हो गया' - @Gulab_kataria #Budget #Rajasthan#RajasthanBudget2023 pic.twitter.com/AB4D0rEtzt
— Gajendra Singh Sisodia (@gssjalore) February 10, 2023રાજસ્થાનના બજેટની શરૂઆતમાં આજે વિધાનસભામાં હોબાળો થયો હતો. સીએમ અશોક ગેહલોતે બજેટ ભાષણમાં કેટલીક જૂની જાહેરાતો વાંચી હતી. આ ભૂલ પર વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યો વાલ પાસે આવ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે સરકારે બજેટ લીક કર્યું છે.હંગામાને પગલે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે મોકુફ કરવામાં આવી હતી. તેને અધિકારીઓની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે. જો કે સીએમ ગેહલોતે વિધાનસભામાં આ ભૂલ માટે માફી માંગી છે, અને તપાસનો આદેશ આપ્યો છે. હવે તેઓ ફરીથી ગૃહમાં બજેટ રજૂ કરશે.