રાજસ્થાનના બે દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત, CM અશોક ગેહલોત અને પૂર્વ CM વસુંધરા રાજેનો ટેસ્ટ પોઝિટિવ


  • Published By :
  • Published Date : 2023-04-04 18:58:37

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, રાજસ્થાનમાં પણ કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે કોરોના સંક્રમિત થયા છે. બંને નેતાઓએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

  

અશોક ગેહલોત  ટ્વીટ કર્યું


રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમને કોરોનાના હળવા લક્ષણો છે, અને તબીબોની સલાહ પ્રમાણે તેઓ થોડા દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેશે.


વસુંધરા રાજે પણ સંક્રમિત


રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને તે અંગે માહિતી આપી છે. વસુંધરાએ ટ્વીટ કર્યું, કોવિડ ટેસ્ટની રિપોર્ટમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબોની સલાહ પર હું સંપુર્ણપણે ક્વોરન્ટાઈન છું. રાજેએ કહ્યું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે પણ પોતાનો ટેસ્ટ કરાવે અને સાવધાની રાખે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..