રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ઘાયલ થયા છે, તેમના પગમાં ઈજા થઈ છે. તેઓ સારવાર માટે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સીએમ ગેહલોતના પગમાં ઈજાના કારણે તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, ગેહલોતને આ ઈજા સીએમ આવાસમાં ફરતી વખતે થઈ હતી.
પગ લપસી જતા પગના અંગુઠામાં ઈજા
સીએમ ગેહલોતના સત્તાવાર નિવાસસ્થાનમાં જ તેમનો પગ લપસી ગયા બાદ પગના અંગુઠામાં ઈજા થઈ હતી, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. જે બાદ તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેમનું ડ્રેસિંગ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ પગનો એક્સ-રે પણ કરવામાં આવશે. ડોક્ટરોની આખી ટીમ મુખ્યમંત્રી અશોક ગેહલોતની તપાસ કરી રહી છે. PCC ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા અને મંત્રી ભજન લાલ જાટવ પણ SMS હોસ્પિટલ પહોંચ્યા છે.
અગાઉ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા
અશોક ગેહલોત પહેલા બંગાળના સીએમ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા. 27 જૂને તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગમાં મમતા બેનર્જીને ઈજા થઈ હતી. તેમના ઘૂંટણ અને કમરના પાછળના ભાગે ઈજા થઈ હતી. આ પછી તે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલથી બહાર નીકળતી વખતે મમતા પણ વ્હીલ ચેર પર જોવા મળ્યા હતા.