PM મોદીને 'અભણ' કહ્યા તો CM કેજરીવાલ સામે પટણામાં નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો શું હતો


  • Published By :
  • Published Date : 2023-05-23 19:06:47

બિહારમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. CM અરવિંદ કેજરીવાલ સામે પટનાની CJM કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. RBI દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે CM અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર પર ટ્વીટ કરતા તેમને અભણ પીએમ કહ્યા હતા. આ ટિપ્પણી બાદ મોદી સમર્થકોએ તેમનો વિરોધ કર્યો હતો. આ કારણે, પટનામાં એડવોકેટ રવિભૂષણ પ્રસાદ વર્માએ CJM કોર્ટમાં  તેમની વિરુદ્ધ અરજી કરી હતી.


CM કેજરીવાલની મુશ્કેલીઓ વધી 


પટના હાઈકોર્ટના એડવોકેટ રવિ ભૂષણ પ્રસાદ વર્માએ પટના CJM કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 19 મેના રોજ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટમાં PM મોદી માટે અપમાનજનક શબ્દ 'અભણ' વાપર્યો હતો. આ પહેલા પણ આરોપી અનેક વખત ટોચના રાજકારણી વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરાયેલ ફરિયાદમાં IPCની કલમ 332, 500 અને 505 લાગુ કરવામાં આવી છે. આ અંગે આગામી સુનાવણી 25 મેના રોજ થશે. અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન મોદીને અભણ કહેવાના અન્ય ઘણા કેસ પણ નોંધાયેલા છે. 


લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી - બદનક્ષી


કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી માટેના નોમિનેશન પેપરમાં વડાપ્રધાન મોદીની શૈક્ષણિક લાયકાતની માહિતી છે. સંબંધિત પ્રમાણપત્રો યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ફરિયાદીએ કહ્યું કે વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક શબ્દોથી કરોડો ભારતીયોને દુઃખ થયું છે. તેઓ ભારતના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આવા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.