વૃક્ષારોપણ કરવા માટે CMએ લોકોને કર્યું આહવાન, પોસ્ટ શેર કરતા લખ્યું જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-02 13:53:43

આ વખતની ગરમીથી લોકો અતિશય પરેશાન થયા છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા છે. અનેક વખત આપણે સાંભળ્યું હશે કે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ.. વૃક્ષો હશે તો ગરમીથી રાહત મળશે વગેરે વગેરે.. અનેક સંસ્થાઓ એવી છે જે વૃક્ષો લગાવાનું કાર્ય કરે છે.. વૃક્ષોનું જતન કરે છે.. ત્યારે સરકાર દ્વારા પણ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એક પેડ માં કે નામ.. અનેક નેતાઓએ પોતાની માંના નામ પર વૃક્ષારોપણ કર્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અભિયાનમાં લોકો જોડાય...

આગળ વધવાના ચક્કરમાં પ્રકૃતિને પહોંચાડ્યું છે નુકસાન!

આપણે ત્યાં પ્રકૃતિને પણ માતા માનવામાં આવે છે. આપણે ગાયને માતા કહીએ છીએ, નદીને માતા કહીએ છીએ, પૃથ્વીને માતા કહીએ.. જે આપણું ભરણ પોષણ કરે છે, જેના થકી આપણે જીવન જીવિયે છીએ તેને આપણે આદર આપીએ છીએ..પ્રકૃતિએ આપણને માત્ર આપ્યું જ છે, કંઈક મળશે તેની આશા રાખ્યા વગર.. આગળ વધવાના ચક્કરમાં આપણે પ્રકૃતિને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે કદાચ આપણે ભૂલી ગયા છીએ.. વૃક્ષો કપાઈ રહ્યા છે જેને કારણે enviornment imbalance થઈ ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


 

નરેન્દ્ર મોદીએ શરૂં કર્યું અભિયાન... 

વધારેમાં વધારે વૃક્ષો વાવવામાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.. "એક પેડ માં કે નામ.." માતાના સન્માનમાં વૃક્ષો વાવવામાં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું છે.. અનેક મંત્રીઓએ આ અભિયાનમાં સહયોગ કર્યો છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. જીવનનો આધાર પૂરો પાડનાર ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેવી વાત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.



વૃક્ષોનું જતન કરવું અધરૂં સાબિત થાય છે...!

મહત્વનું છે કે ઝાડનું રોપણ કરવું તો સહેલું છે પરંતુ તેની સાર સંભાળ રાખવી ઘણી વખત અઘરી થઈ જતી હોય છે.. અનેક વખત વૃક્ષો ધરાશાયી થઈ જાય છે તો કોઈ વખત વૃક્ષોને કાપવામાં આવે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?