Amit Shah અને Shankarsinh vaghela વચ્ચે ગાંધીનગરમાં બંધ બારણે મિટિંગ, શું ગુજરાતની રાજનીતિમાં શરૂ થશે નવો વળાંક?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-20 17:52:13

ગુજરાતની રાજનીતિમા બાપુ ગણાતા એવા શંકરસિંહ વાઘેલા અને ગુજરાત ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ વચ્ચે રક્ષાબંધનના દિવસે મુલાકાત થઈ અને ગુજરાતની રાજનીતિમાં કંઈક ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું.... 



અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાએ કરી મુલાકાત

છેલ્લા કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ગઈકાલે રક્ષાબંધનના દિવસે ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટીંગ યોજાઇ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ થઇ રહી છે. આ મુલાકાતને મોટા રાજકીય ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. 



મુલાકાતને લઈ શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ?

મુલાકાતને લઇને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ માત્ર એક શિષ્ટાચાર મુલાકાત હતી, અમે સાથે મળીને ચા-પાણી કર્યા અને ઘણી વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો. જો કે આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે, પરંતુ આ અંગે કોઇ ચોક્કસ માહિતી મળી નથી... મળતી માહિતી અનુસાર આ બેઠક ગુજરાત કરતા મહારાષ્ટ્ર માટે મહત્તવ પૂર્ણ હોય તેવુ માનવામાં આવી રહ્યું છે.....



ગાંધીનગરના સર્કિટ હાઉસમાં થઈ બંને નેતાઓ વચ્ચે મુલાકાત!

ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. લાંબા સમય બાદ રાજનીતિના બે દિગ્ગજો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ છે. બન્નેની આ મુલાકાત ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે થઇ હતી. કહેવાઇ રહ્યું છે કે આ મુલાકાત બાદ રાજનીતિમાં કંઇક નવા જુની થઇ શકે છે. જોકે, શંકરસિંહ વાઘેલા બાપુએ તમામ અટકળો અને તર્ક વિતર્ક પર કહ્યું કે, આ શિષ્ટાચારની મુલાકાત હતી.... 


શું છે શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર?

બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી......હાલ તો બાપુએ આ મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવી છે... પણ રાજનીતિમાં કોઈ ઔપચારિકતા હોતી નથી અને જો હોય તો કારણો બહુ જ અલગ હોય છે... 



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.