માતા માટે બાળક પોતાના જીવ કરતા પણ વ્હાલું હોય છે. બાળકને કંઈક નાનું અમથું વાગી જાય તો બાળક કરતા વધારે દર્દ માતાને થતું હોય છે. પરંતુ આપણી સામે આવતા અનેક કિસ્સાઓ એ પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરે છે કે આપણે સમાજને ક્યાં લઈ જઈ રહ્યા છીએ.. થોડા સમય પહેલા Clevelandથી એક ઘટના સામે આવી જેમાં માતા પોતાની 16 મહિનાની બાળકીને અનેક દિવસો સુધી એકલી મુકીને પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશન મનાવવા જતી રહી.. અનેક દિવસો સુધી બાળકી ભૂખી રહી અને અંતે તે મોતને પામી..
Clevelandથી આવેલો કિસ્સો તમને હચમચાવી દેશે!
માતાને આપણે ત્યાં ભગવાન સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. એક એવું કહીએ કે ભગવાનની ભક્તિ ના કરીએ તો ચાલે પરંતુ આપણી માતા દુ:ખી ના હોવી જોઈએ.. માતા દુ:ખી હોય છે તો ભગવાન પણ દુખી થઈ જાય છે.. માતાને વ્હાલનો દરિયો ગણવામાં આવે છે, બાળક માતાને પ્રાણ કરતા પણ વધારે વ્હાલું હોય છે. પોતાનું બાળક પ્રાણીઓને પણ વ્હાલું હોય છે, પ્રાણીઓ પણ પોતાના બાળકનું રક્ષણ કરે છે પરંતુ Clevelandથી જે કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને હચમચાવી જવાયું.. સ્ત્રીને સ્વતંત્રતાની અનેક વખત વાતો કરવામાં આવે છે, સ્ત્રીને સ્વતંત્ર મળવી જોઈએ પરંતુ અનેક મહિલાઓ આ સ્વતંત્રતાને અલગ જ રીતે લેતી હોય છે...
બોયફ્રેન્ડ સાથે માતા ફરવા જતી રહી બાળકીને એકલા ઘરે મૂકી!
16 મહિનાની નાની બાળકીને માતા એકલી ઘરમાં રાખીને જતી રહી પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશન મનાવવા.. થોડા દિવસો વિત્યા પછી તે પાછી ઘરે આવી, બાળકી કઈ પરિસ્થિતિમાં છે તે જોવા નહીં પરંતુ કપડા લેવા માટે...બાળકીને જોયા વગર તે કપડા લઈ ફરી ફરવા નિકળી પડે છે.. આ આખી ઘટના જ્યારે સામે આવી, કેસ ચાલ્યો અને આ કેસમાં જે લોકો ઈન્વેસ્ટિગેટ કરતા હતા તે લોકોએ કહ્યું કે આવો કેસ તેમણે પોતાની લાઈફમાં નથી જોયો..
માતાને આપવામાં આવી આ સજા!
બાળકી જ્યારે મળી ત્યારે તેના લાશની એવી હાલત હતી જે જોઈને મૃત બાળકી પર દયા આવી જાય.. માતાને સજા મળી અને એવી સજા મળી જે સાંભળી તમને થશે કે આવી માતાને આવી જ સજા મળવી જોઈએ. માતાને પણ રૂમમાં રાખવામાં આવી અને જ્યાં તેને પાણી નહીં મળે અને ખાવાનું પણ નહીં આપવામાં આવે...! જ્યારે આપણે આવા કિસ્સાઓ જોઈએ છીએ ત્યારે સવાલ થાય કે આપણે સમાજને ક્યાં લઈ જઈએ છીએ.. ત્યારે આવી માતા વિશે તમે શું માનો છો તે અમને કમેન્ટમાં કહો..