GSRTCમાં લોકોને અપાયો સ્વચ્છતાનો ઉપદ્દેશ! ST Busને સાફ રાખવા માટે કરાઈ અપીલ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-06 18:05:36

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે.અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. અનેક જાહેર રસ્તાઓ એવા છે જ્યાં કચરાનો ઢગલો હોય છે. અનેક સરકારી જગ્યાઓ એવી હોય છે જ્યાં કચરો જોવા મળે છે, એવી દુર્દશા બિલ્ડીંગની હોય છે જ્યાં આવવું પણ ન ગમે. એસટી બસ ડેપોમાં પણ ઘણી વખત સફાઈનો  અભાવ દેખાતો હોય છે. અનેક બસ ડેપો એવા છે જ્યાંથી ગંદકીના દ્રશ્યો સામે આવતા હોય છે, જેને જોઈ લાગે છે કે સ્વચ્છતા અભિયાનની વધારે જરૂર આ જગ્યાને છે...! 

એસટી બસમાં અનેક વખત જોવા મળતો હોય છે સ્વચ્છતાનો અભાવ

દેશમાં ઘણા વર્ષોથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોમાં સફાઈને લઈ જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિવિધ રીતે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એસટી બસમાં પણ સફાઈનો અભાવ જોવા મળતો હોય છે. ત્યારે એસટી બસમાં સ્વચ્છતા જળવાય અને લોકો આ અભિયાન અંગે જાગૃત થાય તે માટે એક નવો પ્રયત્ન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જીએસઆરટીસી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને કચરા પેટીને લઈ માહિતગાર કરવામાં આવી રહ્યા છે.     



લોકોમાં જાગૃત્તિ લાવવા કરાયો અનોખો પ્રયાસ 

સોશિયલ મીડિયા પર જીએસઆરટીસી વિભાગ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને અભિયાન વિશે, આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ, કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ તેવી માહિતી ગીત દ્વારા આપવામાં આવી રહી છે. એસટી બસમાં મુસાફરી કરી રહેલા લોકોને જાગૃત કરવાની વાત કરી રહ્યા છે. મહત્વનું છે કે આની પહેલા પણ આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. 


સ્વચ્છતા જાળવવાની આપણી પણ છે જવાબદારી! 

મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે, કદાચ તમે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે કોઈ બીજુ રસ્તા પર કચરો નાખતો હશે તો તેને સલાહ આપવામાં આવતી હશે કે આવી રીતે રસ્તાને ખરાબ ન કરાય, પરંતુ કદાચ જે સલાહ એ બીજાને આપી રહ્યા છે તેનો અમલ લગભગ તે જ નહીં કરતા હોય! સ્વચ્છતા અભિયાન એક અભિયાન પૂરતું સીમિત ન રહી જાય તેનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ. After all આ શહેર આપણું છે, આ દેશ આપણો છે...               



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..