ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરતા દેશમાં 339 અને ગુજરાતમાં 28 લોકોના મોત: કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2023-07-25 19:37:35

મેન્યુઅલ સ્કેવેજિંગ મેલુ ઉપાડવાનું કામ કાયદાની રીતે તો પ્રતિબંધિત છે જ, પરંતુ માનવીય દૃષ્ટિએ જોતા પણ સ્વીકાર્ય નથી. જો કે દેશમાં હજુ પણ આ પ્રથા અસ્તિત્વમાં છે, ગરીબી અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યોમાં છેલ્લા ત્રણ દાયકામાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે શ્રમિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન સરકારે આપેલી જાણકારી મુજબ ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 339 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે ગુજરાતમાં વર્ષ 2018થી 2023 સુધીમાં 28 લોકોના મોત નીપજ્યાં હતા.


મંત્રી રામદાસ આઠવલેએ આપી જાણકારી


લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ જાણકારી આપી હતી. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મંત્રી રામદાસ આઠવલેના જણાવ્યા પ્રમાણે દેશમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા દરમિયાન 339 લોકોના મોત થયા છે. દેશમાં 2023માં 9, 2022માં 66, 2021માં 55, 2020માં 22, 2019માં 117 અને 2018માં 67 લોકોના મોત નીપજ્યાં હતા.


ગુજરાતમાં સફાઈ કામદારોના મોતે ચિંતા વધારી


ગુજરાતમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોતે આ મુદ્દાને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. લોકસભામાં જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં 2018થી 2023 સુધીમાં કુલ 28 લોકોના ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે મૃત્યુ થયા હતા. સૌથી વધુ મોત 2019માં નોંધાયા હતા. વર્ષ અનુસાર જોઇએ તો 2018માં 2, 2019માં 14, 2021માં 5, 2022માં 4 અને 2023માં 3 લોકોના મોત નીપજ્યાં હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ પૂર્વે જાહેર થયેલા સફાઈ કામદારોના મોત આંકડા મુજબ ગુજરાત દેશભરમાં બીજા ક્રમાંકે હતું જ્યારે તમિળનાડુ પહેલા ક્રમે હતું જ્યાં ત્રણ દાયકામાં 218 જણે જીવ ગુમાવ્યા હતા.જ્યારે ગુજરાતમાં 136 જણે જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં 105, દિલ્હીમાં 99 તો મહારાષ્ટ્રમાં 45 જણે જીવ ગુમાવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?