હવે સરકારના વર્ગ-3ના કર્મચારી બનવા માટે એક જ પરીક્ષા, જાણો વિગત?


  • Published By :
  • Published Date : 2023-02-17 22:00:35

રાજ્યમાં સરકારી ભરતી માટે  યોજાતી પરીક્ષાઓ યોજાય તે પહેલા જ પેપર લિકની ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે સરકારે આ પરીક્ષાઓ મોકુફ રાખવી પડે છે અને રાજ્ય સરકારને પણ લોકોના વિરોધનો સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓનો નિવેડો આવે માટે હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર હવે તમામ સરકારી વિભાગોની ભરતી માટે એક કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET) આયોજીત કરશે.


તમામ ભરતી માટે એક જ પરીક્ષા


રાજ્ય સરકારમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો હવે એક જ સરકારી પરીક્ષા પાસ કરીને  સરકારી નોકરી મેળવી શકશે. પોલીસ વિભાગ, પંચાયત મંડળ અને અલગ અલગ ભરતી બોર્ડ નહી હોય પરંતુ તમામ ભરતીઓ માટે એક જ પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમાં પાસ થનારા ઉમેદવારને તેની પસંદગીના આધારે  જેમ જેમ જગ્યા ખાલી પડશે તેમ તેમ ખાતાની ફાળવણી કરવામાં આવશે.


ક્લાસ-3 ની ખાલી જગ્યાઓ ભરાશે


રાજ્ય સરકારના તમામ વિભાગો પેટા વિભાગો અને બોર્ડ નિગમની ખાલી જગ્યાઓ CET પરિક્ષા હેઠળ ભરાશે. તેમાં ક્લાસ-3 ના પદને આવરી લેવામાં આવશે. રાજ્યમાં સરકારી ભરતીની એકસાથે મોટી જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારોએ ક્લાસ 3ની પરીક્ષા માટે એક જ પરીક્ષા આપવાની રહેશે. ત્યાર બાદ માર્કના આધારે વિભાગો ફાળવવામાં આવશે.


પ્રાથમિક્તાના આધારે પોસ્ટિંગ


આ કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET)ને લઈ ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે સરકારી ભરતી પરીક્ષાનું ફોર્મ ભરતા સમયે ઉમેદવારે પોતાની પ્રાથમિક્તા નક્કી કરવાની રહેશે. તે પ્રાથમિક્તાના આધારે તેને વિવિધ વિભાગોમાં પાસ થયા બાદ પોસ્ટિંગ આપવામાં આવશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.