જાહેર થયું ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ, વિજ્ઞાન પ્રવાહનું આવ્યું 65.58 ટકા પરિણામ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-02 10:26:51

ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વેબસાઈટ પર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જાહેર કરાયેલા પરિણામ મુજબ ઈંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું પરિણામ 67.18 ટકા આવ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 65.32 ટકા આવ્યું છે. મોરબી સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66 ટકા આવ્યું છે. 


1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા!

દરેક વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષાનું પરિણામ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ એ અને ગ્રુપ બી મળીને 1.10 રેગ્યુલર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે રીપિટર 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજકેટમાં 1.26 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો એ ગ્રુપના પરિણામની વાત કરીએ તો 72.27 ટકા નોંધાયું હતું જ્યારે ગ્રુપ બીનું પરિણામ 61.71 ટકા નોંધાયું છે. મહત્વનું છે કે દરેક વર્ષની જેમ આ વખતે પણ દાહોદ, નર્મદા, છોટાઉદેપુરનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે.    


આ નંબર પર વોટ્સએપ કરી મેળવી શકાશે રિઝલ્ટ!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે gseb દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ www.gseb.org પર જોઈ શકાશે. તે ઉપરાંત વોટ્સએપ પર વિદ્યાર્થી પોતાનો બેઠક નંબર મોકલી પરિણામ મેળવી શકશે. પ્રથમ વખત છે જ્યારે પરિણામ માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 6357300971 નંબર પર બેઠક નંબર મોકલી રિઝલ્ટ મેળવી શકાશે.જો આ પ્રયોગ સફળ જશે તો આવનાર સમયમાં આ પદ્ધતિ અન્ય પરીક્ષાઓ દરમિયાન વાપરવામાં આવશે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...