ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષાના પરિણામની કાગડોળે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને વાલીઓની આતુરતાનો કાલે અંત આવશે. ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે. સવારે 9 કલાકથી બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે. ધો. 12 સાયન્સની સાથે ગુજકેટનું પરિણામ પણ કાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સેપ પરથી પણ જાણી શકશે. આ માટે વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકશે.
A ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ
ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ધોરણ 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ છે. જે અંતર્ગત વર્ષ કરતા ઘટ્યાં છે. જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ છે. એબી ગ્રૂપના 32 વિદ્યાર્થી છે.
A,B અને AB ગ્રુપના કુલ 11,0382 વિદ્યાર્થીઓ
ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે, એટલે કે એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.