ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર, ગયા વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં નોંધાયો ઘટાડો, જાણો કયા જિલ્લાનું સૌથી ઓછું નોંધાયું પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-31 09:05:25

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 73.27 ટકા પરિણામ આવ્યું છે. જો વર્ષ 2022ની વાત કરીએ તો 86.91 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે આ વખતના પરિણામમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે ગયા વર્ષ કરતા 13.64 ટકા જેટલું પરિણામ ઓછું આવ્યું છે. વિદ્યાર્થીઓ www.gseb.org પર પરિણામ જોઈ શકે છે અથવા તો 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. 


દાહોદ જિલ્લામાં નોંધાયું સૌથી ઓછું પરિણામ!

જો જિલ્લા વાઈસ પરિણામની વાત કરીએ તો સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો કચ્છ બન્યો છે. કચ્છ જિલ્લામાં પરિણામ 84.59 ટકા નોંધાયું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. ત્યાંનું પરિણામ 54.67 ટકા નોંધાયું છે.  રાજ્યના 311 સ્કૂલો એવી છે જેનું પરિણામ 100 ટકા નોંધાયું છે. સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર વાગઘ્રા છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા છે. જો વિદ્યાર્થીઓના પરિણામની વાત કરીએ તો 67.03 ટકા આવ્યું છે જ્યારે 80.39 ટકા પરિણામ વિદ્યાર્થીનીનું આવ્યું છે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ દાહોદમાં સૌથી ઓછું નોંધાયું હતું. ધોરણ 10 બોર્ડનું પરિણામ પણ દાહોદ જિલ્લામાં સૌથી ઓછું નોંધાયું હતું.  


આટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા!

માર્ચ મહિનામાં યોજાયેલી પરીક્ષામાં 479298 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી પરીક્ષા આપવા 477392 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નિયમીત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવ્યું છે. પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29974 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 28321 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા નોંધાયું છે. 482 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.  

 

ગ્રેડવાઈઝ પરિણામ આ મુજબ છે: 

ગ્રેડવાઈઝ પરિણામની વાત કરીએ તો 1874 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 20896 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. B1 ગ્રેડ 51,607 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે જ્યારે 82,527 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ 1,00,690 વિદ્યાર્થીઓનો આવ્યો છે. 76532 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ હાંસલ કર્યો છે. D ગ્રેડ 11936 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. E1 ગ્રેડ 131 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. 


માધ્યમો વાઈઝ પરિણામ!

ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા નોંધાયું છે, હિન્દી માધ્યમનું 67.45 ટકા પરિણામ નોંધાયું છે. મરાઠી માધ્યમનું પરિણામ 72.58 ટકા નોંધાયું છે. ઉર્દુ માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 79.16 ટકા નોંધાયું છે.    

   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.