90 ટકા કોર્સ બહારના પ્રશ્નો પૂછાતા ધોરણ 12 બોર્ડનું સંસ્કૃતનું પેપર રદ્દ કરાયું, જાણો હવે કઈ તારીખે લેવાશે પરીક્ષા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-25 19:24:27

ગુજરાતમાં હાલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં બોર્ડની પરીક્ષાના પેપરમાં ભૂલો સામે આવી હતી. ત્યારે ધોરણ 12માં લેવાતી સંસ્કૃત વિષયની પરીક્ષા 29મી તારીખે યોજાવાની છે. પહેલા આ પેપર 20 માર્ચના રોજ યોજાઈ હતી. પરંતુ 20 તારીખે યોજાયેલી પરીક્ષામાં સંસ્કૃત પેપરમાં લગભગ 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાયા હતા. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. શિક્ષણ બોર્ડને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હવે સંસ્કૃત પરીક્ષા 29 તારીખે લેવામાં આવશે.


શિક્ષણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી! 

20 તારીખે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની પરીક્ષા આપી હતી. પરંતુ આ પરીક્ષામાં 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સ પ્રમાણે પૂછવામાં આવ્યા હતા. મોટા ભાગની પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાતા વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ પરીક્ષા ફરીથી લેવામાં આવે તે માટે બોર્ડ મેમ્બરોને રજૂઆત વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ પેપર 29 માર્ચે લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 580 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 


આ પહેલા પણ પરીક્ષા પેપરમાં જોવા મળી હતી ગડબડ!

મહત્વનું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંગ્રેજી ભાષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં અંગ્રજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. જેને કારણે વિદ્યાર્થીઓને 6 માર્ક્સનું નુકસાન થયું છે. સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં પણ ગડબડ જોવા મળી હતી. પેપરમાં એસએપી પ્રમાણે સ્પિચની અથવામાં અરજી પૂછવામાં આવતી હોય છે. પરંતુ તે પેપરમાં તે રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યું ન હતું, બોર્ડની ભૂલને કારણે વિદ્યાર્થીઓને 6 માકર્સનું નુકસાન થયું હતું. ત્યારે વિદ્યાર્થીઓ સરકાર પાસેથી  આશા રાખી રહ્યા કે કોઈ તો પણ પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવાય. ક્યાં સુધી વિદ્યાર્થીને ભોગ બનવું પડશે તે એક પ્રશ્ન છે.    

 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...