10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર લંપટ આચાર્યનું દુષ્કર્મ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 14:51:26

ભરૂચની સરસ્વતી વિદ્યાલયના આચાર્યે દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર નજર બગાડી દુષ્કર્મ કર્યું. વિદ્યાર્થિનીના પરિવારને ખબર પડતા ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસે સરસ્વતી વિદ્યાલયના લંપટ આચાર્યની ધરપકડ કરી. 


વિદ્યાર્થિનીને ધમકાવી દુષ્કર્મ આચર્યું 

સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી આચાર્યએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પહેલીવાર આ ઘટના ઘટી ત્યારે વિદ્યાર્થિનીએ પોતાના પરિવારને જાણ નહોતી કરી. ફરીવાર આચાર્યએ વિદ્યાર્થિની સામે નજર બગાડતા વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી દીધી હતી અને પરિવારે ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસ સમગ્ર મામલે આચાર્ય સામે તપાસ ચલાવી રહી છે. 


આપણા ધાર્મિક ગ્રંથો-શાસ્ત્રોમાં શિખવવામાં આવ્યું છે, गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः પરંતુ આપણા સમાજમાં અત્યારે જે ઘટનાઓ સામે આવી રહી છે તે ઘૃણાસ્પદ છે. પ્રતિદિન સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર અને ટીવીની હેડલાઈન આવા સમાચારોથી ભરાઈ રહી છે તે સંવેદનશીલ વિષય છે. માતા બાદ વિદ્યાર્થીનું ઘડતર કરનાર શિક્ષક હોય છે. શિક્ષક જો આવા ધંધા કરવા લાગશે તો ભારતીય સંસ્કૃતિ પર લાંછન લાગશે. વિદ્યાર્થીઓને શાળા અને ઘરે બંને જગ્યા પર સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ મામલે સમજણ આપવી જોઈએ. જેથી બાળક જાગૃત થઈ શકે અને સમાજમાં દાખલો બેસાડવા માટે કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?