જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી અનુસાર કાંડી વિસ્તારમાં સુરક્ષા બળોએ એક આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યો છે. જંગલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી આર્મી જવાનોને મળી હતી. જે બાદ સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે થયેલી અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. રાજૌરીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
શુક્રવારે થયેલા હુમલામાં પાંચ જવાન થયા હતા શહીદ!
છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શુક્રવાર રાત્રે કાંડી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ગુરૂવારે બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. ગુરૂવાર રાત્રે ફાયરિંગ થયું હતું. આ હમલામાં સેનાના જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. તે બાદ શુક્રવારે પણ સેનાના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
રાજૌરીની મુલાકાતે રક્ષામંત્રી રાજનાથસિંહ!
જંગલમાં છૂપાયા હોવાની જાણકારી સેનાને મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ તે જ આતંકવાદીઓ છે જેમણે આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો. શનિવારે કરહમ કુંજરમાં પણ પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે આજે સવારે અથડામણ થઈ હતી. સવારે ચાર વાગ્યાથી આ અથડામણ શરૂ થઈ હતી જે હમણાં પણ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં એક આતંકવાદી ઠાર થયો હતો જ્યારે અન્ય એક આતંકવાદી ઘાયલ થયો છે. AK 47 પણ મળી આવી છે. ત્યારે અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા રાજનાથ સિંહ પહોંચ્યા હતા. તે સિવાય જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પણ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.