શનિવારે કોલકાત્તામાં ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શન કરવા એકત્ર થયેલા આઈએસએફના કાર્યકર્તાઓને હટાવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસ પણ છોડવો પડ્યો હતો. આ ધર્ષણનો વીડિયો સામે આવ્યો છે. ઘર્ષણમાં પોલીસ કર્મીઓ અને પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ ઘટનાને લઈ અંદાજીત 19 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
ISFના કાર્યકર્તાએ કર્યું પ્રદર્શન
કોલકાત્તામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શનિવારે સાંજના સમયે એસ્પ્લેનેડ વિસ્તારમાં ISFના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ લોકોનું કહેવું હતું કે એક રેલી દરમિયાન TMCના કાર્યકર્તાઓએ ISFના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. જેને લઈને કાર્યકર્તાઓ ઘાયલ થઈ ગયા હતા.TMCના નેતા અરબુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે.
પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો કર્યો ઉપયોગ
હજારોની સંખ્યમાં કાર્યકર્તાઓ પ્રદર્શનમાં સામેલ હતા. જેને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રસ્તો ખાલી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓએ ના પાડી. રસ્તો ખાલી કરાવા પોલીસે લાઠીચાર્જનો ઉપરાંત ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે ISFના નેતા અને વિધાયક નૌશાદ સિદ્દીકીને પણ હિરાસતમાં લઈ લીધા છે.