ગુજરાતમાં સબ સલામતના દાવા અનેક વખત કરવામાં આવતા હોય છે. ગુજરાતને સુરક્ષિત રાજ્ય તરીકે બતાવવામાં આવે છે પરંતુ અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે આ વાતને ખોટી સાબિત કરતી હોય છે. મહીસાગરથી એક ઘટના સામે આવી જેમાં નિવૃત્ત CRPF પર હુમલો કરવામાં આવ્યો છે. બાલાસિનોર નગરના રાજપૂરી દરવાજા પાસે નિવૃત્ત CRPF પર હુમલો કરવામાં આવ્યો છે. પાવડા તેમજ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે.
નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર બુટલેગરે કર્યો હુમલો!
રાજ્યમાં દારૂબંધીનો કાયદો છે તે આપણે જાણીએ છીએ. પરંતુ તે કાયદાનું પાલન કેટલું થાય છે તે વાત પણ આપણાથી છુપી નથી. દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા અનેક વખત જોયા છે. એવા અનેક એવા કિસ્સાઓ જોયા છે જેમાં બુટલેગરો બેફામ બની ગયા છે. કાયદાનો ડર તો રહ્યો જ નથી હોતો પરંતુ અનેક બુટલેગરો એવા હોય છે જે પોલીસ જવાન પર હુમલો કરતા હોય છે. ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં નિવૃત્ત સી.આર.પી.એફ પર બુટલેગરે હુમલો કર્યો છે. બાલાસિનોર નગરના સોમા બુટલેગરે ભાથલા ગામના નિવૃત્ત CRPF જવાન પર પાવડા વડે હુમલો કર્યો છે જેને લઈ બળવંતસિંહને ઈજાઓ પહોંચી છે.
ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ભાથલા ગામના નિવૃત CRPF જવાન બળવંતસિંહ પર બૂટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેને કારણે માથા અને મોના ભાગ પર ઈજાઓ પહોંચી છે. બાઈક મૂકવા બાબતને લઈ નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે. પાવડા તેમજ લાકડી દ્વારા નિવૃત્ત સી.આર.પી.એફ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને સોમા બુટલેગર દ્વારા બળવંતસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી. ઈજા પહોંડતા બળવંતસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ગુજરાતમાં આવા હુમલાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.