ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં
નવા રૂપ સામે આવી રહ્યા છે રાજકીય પક્ષોનો માહોલ ગરમાઈ રહ્યો છે કોંગ્રેસના નેતાઓએ
પણ સોગઠાં ગોઠવી દીધા છે. જેમાં કોંગ્રેસના નેતા સી. જે ચાવડા ગાંધીનગરની ગાંધીનગરની ઉત્તર બેઠક છોડી અને મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક લડવા જશે તેવા સંકેત આપ્યા છે.
ઉપરાંત વિજાપુર બેઠક પર કોંગ્રેસના તમામ દાવેદારો એ સી જે ચાવડાને સમર્થન પણ આપ્યું છે. કોઈ પણ ઉમેદવારે વિજાપુર બેઠક પરથી કોઈ પણ દાવેદારોએ ઉમેદવારી ફોર્મ નથી ભર્યું. સી.જે ચાવડાએ મહેસાણાની એક સભા બાદ કહ્યું કે હું વિજાપુરથી ચૂંટણી લડીશ.
સી જે ચાવડાએ શું કહ્યું
સભા બાદ સી જે ચાવડાએ કહ્યું “ આગેવાનોએ વતનમાં ચૂંટણી લડવા કહ્યું
વિજાપુર તાલુકો કોંગ્રેસ સાથે સંકયાળેલો છે. બધા આગેવાનો એકઠા થઈ મને કહ્યું કે તમે તમારા વતનમાં ચૂંટણી લડવા માટે આવો અને એક પણ વ્યક્તિએ પોતાનું ફોર્મ નથી ભર્યું. પાર્ટીએ આદેશ આપ્યો કે ગાંધીનગરથી તો તમે જીતો જ છો પરંતુ વિજાપુરની બેઠક લડી અને કોંગ્રેસને વધુ બેઠક આવે આટલે વિજાપુર લડવા જાવ”