વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 712 કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર થયેલી વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરવાના છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે હોસ્પિટલના તમામ વિભાગના વડા અને સ્ટાફના સભ્યોને સિવિલના તંત્ર દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી હતી.
સર્જરી રદ્દ કરવાની કોઈ સૂચના આપી નથી-હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ
વડાપ્રધાનના કાર્યક્રમના પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની 30 જેટલી સર્જરી રદ્દ કરાઈ છે. હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ ડો. રજનિશ પટેલના આ દાવાથી વિપરીત હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ કહ્યું છે કે અમે મંગળવારે પ્લાન્ડ સર્જરી રદ્દ કરવાની કોઈ સૂચના આપી નથી.