સર્કસ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત છે અને આ ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મ હોવાની છે. 28 નવેમ્બરના રોજ આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું. આ ફિલ્મમાં રણવીરસિંહ ઉપરાંત જોની લિવર, વરુણ શર્મા, જેક્લીન ફર્નાન્ડીઝ, સિદ્ધાર્થ જાઘવ, વિજય પાટકર સહિતના કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. રોહિત શેટ્ટી એમ પણ કોમેડી ફિલ્મ કરવા માટે જાણીતા છે.
થોડા સમય પહેલા રિલીઝ થયું હતું ફિલ્મનું ટીઝર
આ ફિલ્મ કયા થીમ પર આધારીત છે તેની માહિતી ટીઝરમાં જોવા મળી ગઈ હતી. ટીઝરમાં જ બનાવી દેવામાં આવ્યું હતું કે રણવીરસિંહ ડબલ રોલમાં છે. મુખ્યત્વે આ ફિલ્મ 1982માં રિલીઝ થયેલી અંગૂર ફિલ્મ પર આધારીત છે. આ ફિલ્મમાં એ જમાનાની વાત કરવામાં આવશે જ્યારે લાઉફ એકદમ સિંપલ હતી. આ ફિલ્મ 1960ના સમયમાં આપણને પાછા લઈ જશે. જ્યારે આ ફિલ્મ ક્રિસ્મસના સમય દરમિયાન જોવા મળશે.