દેશની અગ્રણી ફાર્મા કંપની સિપ્લા વેચાવા જઈ રહી છે. વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુનો હિસ્સો ખરીવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ જો બ્લેક સ્ટોન સિપ્લામાં 33 ટકાથી વધુ પ્રમોટર હોલ્ડિંગ હસ્તગત કરવામાં સફળ થશે તો હમિદ પરિવારનું કંપનીના મેનેજમેન્ટ પરનું વર્ચસ્વ ખતમ થઈ જશે. જો બ્લેકસ્ટોન કંપનીમાં પ્રમોટરનો હિસ્સો હસ્તગત કરે છે, તો તે ઓફર ફોર સેલ (OFS) હેઠળ કંપનીમાં વધારાના 26 ટકા હિસ્સાનો દાવો પણ કરી શકશે. આ સ્થિતિમાં બ્લેકસ્ટોન ટેકનિકલી રીતે સિપ્લામાં 59.4% હિસ્સો હસ્તગત કરશે. સિપ્લાનું વર્તમાન બજાર મૂલ્ય રૂ. 94,043 કરોડ છે. આ કિંમતની દ્રષ્ટિએ એકલા પ્રમોટરનો હિસ્સો રૂ. 31,476 કરોડનો છે. જો OFS સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થઈ જાય, તો બ્લેકસ્ટોને લગભગ રૂ. 55,926 કરોડ ચૂકવવા પડશે.
https://t.co/tScdb3HjJA
It was painful to learn that Blackstone, the world's largest private equity fund, is negotiating to acquire the entire 33.47% promoter stake in Cipla, India's oldest pharmaceutical company. Cipla was established in 1935 by Khwaja Abdul Hamied who was…
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 4, 2023
જયરામ રમેશે જણાવ્યું હતું
https://t.co/tScdb3HjJA
It was painful to learn that Blackstone, the world's largest private equity fund, is negotiating to acquire the entire 33.47% promoter stake in Cipla, India's oldest pharmaceutical company. Cipla was established in 1935 by Khwaja Abdul Hamied who was…
સિપ્લા અંગેના સમાચાર બાદ કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું હતું કે, "દુનિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ઇક્વિટી ફંડ, બ્લેકસ્ટોન, ભારતની સૌથી જૂની ફાર્મા કંપની સિપ્લામાં સમગ્ર 33.47 ટકા પ્રમોટર હિસ્સો હસ્તગત કરવા માટે વાતચીત કરી રહ્યું છે તે જાણીને દુઃખ થયું." તેમણે કહ્યું કે સિપ્લાની સ્થાપના 1935માં ખ્વાજા અબ્દુલ હમીદ દ્વારા કરવામાં આવી હતી, જેઓ મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર પટેલ અને મૌલાના આઝાદથી ખૂબ પ્રભાવિત હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું, "તેમણે CSIRની રચનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી." રમેશે વધુમાં સિપ્લાને 'ભારતીય રાષ્ટ્રવાદનું એક ચમકતું ઉદાહરણ' અને ભારતના રાજકીય, આર્થિક અને સામાજિક ઇતિહાસના અભિન્ન અંગ તરીકે વર્ણવ્યું હતું.
સમાચાર બાદ શેરમાં ઉછાળો આવ્યો
સિપ્લા વિશેના આ સમાચારની કંપનીના શેર પર સકારાત્મક અસર થઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, કંપનીના શેર લગભગ 4%ના ઉછાળા સાથે રૂ. 1,206.95 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર ખુલ્યાના થોડા સમય બાદ, સિપ્લાના શેરે છથી વધુનો ઉછાળો કરીને 52 સપ્તાહનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, પાછળથી વૃદ્ધિના આ માર્જિનમાં થોડો ઘટાડો થયો. આ શેરે છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં 2.90% નું વળતર આપ્યું છે. જ્યારે 1 મહિનામાં આ આંકડો 19.41% રહ્યો છે.