મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સિનેમેટિક ટુરિઝમ પોલીસી જાહેર કરશે, જે કાર્યક્રમમાં એક્ટર અજય દેવગન ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં ફિલ્મ શૂટિંગને મજબૂત કરવા અને બોલિવુડ સિવાયની બહારની ફિલ્મો પણ ગુજરાતમાં બને તેવું માળખું ઉભું કરવા માટે કામ કરવામાં આવશે.
ગુજરાતના સ્થાપત્યો અને સંસ્કૃતિને પ્રોમોટ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે પોલીસી જાહેર કરશે જેમાં ગુજરાતને પ્રવાસન સ્થળ અને ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે સ્થળ બને તેના માટે કામગીરી કરવામાં આવશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો, હેરિટેજ વિસ્તારો, પ્રાકૃતિક સૌંદર્યોનો દેશ અને વિદેશની ફિલ્મોમાં થાય અને ગુજરાતને પ્રોમોટ કરવાનો પ્લાન ઘડવામાં આવશે.
ફિલ્મ મેકર્સને ગુજરાતમાં ફિલ્મ બનાવવા માટે આકર્ષવામાં આવશે
ફિલ્મનિર્માતાઓને ગુજરાતમાં આકર્ષવા માટે તેમને માળખાકીય સુવિધા આપવામાં આવશે. હોટલમાં ડિસ્કાઉન્ટ આપવું એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ કરવો વગેરે વસ્તુનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાતમાં કાઈપો છે, રામલીલા, ડી-ડે, 2 સ્ટોટ, મોહેંજોદારો, લગાન જેવી ફિલ્મો બની ચૂકી છે.