છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની પોલ ખોલતા રિપોર્ટથી હાહાકાર, IAS ડૉ. ધવલ પટેલે સડેલા શિક્ષણનો પર્દાફાશ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-26 16:24:00

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક હદે કથળ્યું છે, અત્યાર સુધી રાજ્યની ભાજપ સરકાર આ સત્ય સ્વિકારતી નહોંતી પરંતું હવે એક IAS અધિકારીએ ડૉ. ધવલ પટેલે તેમના એક રિપોર્ટ દ્વારા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર હકીકત રજુ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણ પર IAS ડૉ. ધવલ પટેલના રિપોર્ટ અંગે  જમાવટે સૌપ્રથમ વખત વીડિયોના માધ્યમથી સમગ્ર ચિતાર રજુ કર્યો ત્યાર બાદ તંત્ર સફાળું જાગ્યું છે, જમાવટના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. વિરોધ પક્ષો રાજ્ય સરકારને આ મામલે આકરા સવાલો કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ હાલ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે.  


રિપોર્ટથી હોબાળો મચ્યો


રાજ્ય સરકારે  ડૉ. ધવલ પટેલને છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની સ્થિતી પર એક રિપોર્ટ તૈયાર કરવા માટે જણાવ્યું હતું. IAS અધિકારી ડૉ. ધવલ પટેલે શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની 6 જેટલી શાળાઓની લીધેલી જાત મુલાકાતના આધારે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવને લખેલા પત્રથી રાજ્ય સરકારમાં હાહાકાર મચી ગયો છે.  ધવલ પટેલે જાણે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. તેમણે પત્રમાં જે ઉલ્લેખ કર્યા છે તે અત્યંત ચિંતાજનક બાબત છે. રાજ્યની ભાજપ સરકારની મોટી મોટી વાતોના આ એક માત્ર રિપોર્ટે વટાણા વેરી નાખ્યા છે. 




બાળકોને સડેલું શિક્ષણ મળી રહ્યું છે


IAS અધિકારી ડૉ. ધવલ પટેલે તેમના રિપોર્ટમાં છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની કથળેલી હાલત અંગે જે વાસ્તવિક ચિત્ર રજુ કર્યું છે તે કોઈ પણ વ્યક્તિને હચમચાવી દે તેવું છે. તેમણે રિપોર્ટમાં ત્યાં સુધી લખ્યું હતું કે છોટાઉદેપુરના વિસ્તારના આદિવાસી બાળકોને સડેલું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સડેલું શિક્ષણ ગણાવનાર IAS અધિકારી ધવલ પટેલના લેટર અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો પડ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણના સત્યાનાશ પર IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો હતો. શાળાના અનુભવો અંગે શિક્ષણ સચિવને તેમણે પત્ર લખ્યો હતો. વાયરલ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં પાયાનું જ્ઞાન પણ નથી. અલગ અલગ છ શાળાનો ચકાસણી કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. 


મંત્રી ઋષિકેશ પટેલના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો 


ડૉ. ધવલ પટેલના રિપોર્ટ બાદ મચેલા ખળભળાટ બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો કર્યા હતા. તેમણે આ રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયો એટલે તમામ સ્થળેથી રિપોર્ટ આવ્યા છે. મુખ્યમંત્રીએ સારી વાત સાંભળવાના બદલે સાચી વાત સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો.  મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે.  કોવિડકાળ દરમિયાન શિક્ષણ બગડ્યું છે. શબ્દ કદાચ સડેલો હોય શકે છે. સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ના હોઇ શકે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવાનો સરકારનો પ્રયાસ છે. જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં સુધારો કરાશે. શાળાઓ રહેલી ક્ષતિઓ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. ધવલભાઇએ લીધેલી મુલાકાતમાં તેમના અનુભવની વાત કરી છે.


શિક્ષણ મંત્રી પણ હકીકતથી અજાણ


ડૉ. ધવલ પટેલના વાયરલ રિપોર્ટ મામલે હાહાકાર મચતા શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે નિવેદન આપ્યું હતું. ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા આવેલા મંત્રી કુબેર ભાઈ ડિંડોરે કહ્યું કે મને પણ મીડિયાનાં માધ્યમથી જ આ રિપોર્ટ અંગે જાણ થઈ છે. હું પણ એ જ વિસ્તારમાંથી આવું છું. શિક્ષણ સુધારા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ માટે સારું શું કરી શકાય તે માટેના અમારા પ્રયત્નો રહેશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...