કહેવાય છે કે દરેક રંગનો પ્રભાવ આપણા જીવન પર પડતો હોય છે. દેરક રંગના વાયબ્રેશન ફઆપણા જીવનને પ્રભાવિત કરતા હોય છે. વાર અને કલરને પણ વિશેષ નાતો રહેલો છે. એવું માનવામાં આવે છે દિવસ પ્રમાણે એ કલરના કપડા પહેરવાથી લાભ થાય છે. ત્યારે આવો જોઈએ કયા દિવસે કયા રંગના કપડા ધારણ કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહના પોતાનો રંગ હોય છે જેની સીધી અસર આપણા જીવન પર પડતી હોય છે. દિવસ પ્રમાણે તે રંગના કપડાં પહેરવાથી અનેક ફાયદાઓ થાય છે.
સોમવારને ભગવાન શંકરનો દિવસ માનવામાં આવે છે. ભગવાન શંકરની સાથે સાથે સોમવારનો દિવસ ચંદ્ર દેવ સાથે પણ જોડાયેલો છે. ત્યારે સોમવારે હળવા રંગના અથવા તો સફેદ કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે. સફેદ રંગને શાંતિ અને સરળતાનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ રંગના કપડા પહેરવાથી મન શાંત રહે છે.
મંગળવારના દિવસે ઓરેન્જ અથવા તો ભગવા રંગના કપડા પહેરવા જોઈએ. મંગળવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. આ દિવસનો સ્વામી મંગળ છે. મંગળને લાલ, કેસરિયો અને સિંદુરી રંગ પ્રિય છે. મંગળવારના દિવસે આ રંગના કપડા પહેરવાથી હનુમાનજી અને મંગળ ગ્રહ શાંત રહે છે. નારંગી રંગના કપડા પહેરવાથી તમારૂ જીવન ખુશીઓ ભરેલું રહે છે.
ગણપતિને બુધવાર તેમજ લીલો કલર અતિપ્રિય ગણાવામાં આવે છે. બુધવારનો સ્વામી બુધ્ર ગ્રહ છે. જેથી બુધવારના દિવસે લીલો કલરનો પહેરવો શુભ માનવામાં આવે છે. લીલા કલરના કપડાં પહેરવાથી બુધની કૃપા મળે છે.
ગુરૂવારનો દિવસ એટલે દેવતાઓના ગુરૂ બ્રૃહસ્પતિનો દિવસ. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો દિવસ છે. ભગવાન નારાયણને પીળો રંગ અત્યંત પ્રિય છે. ગુરૂવારે પીળો રંગ પહેરવાથી ભગવાન વિષ્ણુની કૃપા ભક્તો પર રહે છે.
શુક્રવારનો દિવસ દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યને સમર્પિત છે. તે ઉપરાંત માતા લક્ષ્મીનો વાર પણ શુક્રવાર માનવામાં આવે છે. શુક્રવારના દિવસે લાલ રંગ પહેરવાનો શુભ માનવામાં આવે છે. તે દિવસે લાલ રંગના કપડા પહેરવાથી દેવી જલ્દી પ્રસન્ન થાય છે.
સૂર્યપૂત્ર શનિ દેવને શનિવારનો દિવસ પ્રિય માનવામાં આવે છે. શનિ દેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિવારના દિવસે કાળા કપડાં પહેરવાથી શનિદેવની કૃપા મળે છે. શનિદેવની પૂજા વખતે જ કાળા રંગના કપડા પહેરવામાં આવે છે. તે સિવાય કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં કાળા કલરના વસ્ત્ર નથી પહેરવામાં આવતા.
રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત હોય છે. સૂર્યનારાયણ ભગવાનને ઉર્જાનો સ્તોત્ર માનવામાં આવે છે. સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્તિ માટે રવિવારના દિવસે ગુલાબી, સોનરી અથવા તો લાલ રંગની કપડાં પહેરવા જોઈએ.આ રંગના કપડા પહેરવાથી જીવનમાં માન તેમજ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.