હિટવેવને કારણે અનેક લોકો બિમાર પડ્યા છે... અસહ્ય ગરમીને કારણે લોકો હિટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે.. એક તરફ હિટસ્ટ્રોકના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોલેરા એ હદે ફાટી નિકળ્યો છે કે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને ચાર વિસ્તારોને, ચાર સ્થળોને કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડ્યો છે.. કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે..
ક્યા વિસ્તારને કરાયો કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર?
જે વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે તે છે ગાંધીનગર જીલ્લાના દહેગામ, કલોલ, ચિલોડા,શિહોરી અને પેથાપુર વિસ્તાર... દેહગામનો અર્બન વિસ્તાર એસટી ડેપોથી બે કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ થાય છે. તે સિવાય ચિલોડા સિહોલી જીઈબી રોડ વિસ્તારથી છાપરા સુધીના બે કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે.
તે સિવાય કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરાથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાના ઝપેટમાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ વિસ્તારથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.
શું છે કોલેરાના લક્ષણો?
કોલેરાના લક્ષણોની વાત કરીએ તો ઝાડા ઉલ્ટી થવા, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટતું જવું,થાક લાગવો... કોલેરા અનેક વખત દૂષિત પાણીને કારણે પણ થાય છે.. ઝાડા, ઉલ્ટી થવાને કારણે શરીરમાં પાણીની અછત થાય છે. જો યોગ્ય સારવાર કોલેરાની ના કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.. મહત્વનું છે કે કોલેરાના કેસો ધીરે ધીરે માથું ઉચકી રહ્યા છે.. અનેક વખત દૂષિત પાણી પીવાને કારણે કોલેરા થવાનું સંકટ વધતું હોય છે. તમે તમારૂં અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો..