ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પતંગ ચગાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે જ્યારે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે વધુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ અગાઉ પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે.
ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત
આપણે ત્યાં તહેવારોની ઉજવણી ઘણા સમય પહેલાથી જ શરૂ થઈ જતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ હવે નજીક છે ત્યારે આ પર્વની ઉજવણી હમણાંથી જ શરૂ થઈ ગઈ છે. અનેક લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ પતંગમાં વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. ત્યારે વધુ એક વ્યક્તિને ચાઈનીઝ દોરીને કારણે ઈજા પહોંચી છે. 46 વર્ષીય વ્યક્તિનું ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાથી ગંભીર ઈજા પહોંચી છે.
પતંગની દોરી લે છે અનેક લોકોનો ભોગ
ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીને કારણે વડોદરાનો એક યુવક મોતને ભેટ્યો હતો જ્યારે અમદાવાદમાં પણ એક બાળકને દોરીને કારણે ઘાયલ થયો હતો. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિને ઈજા પહોંચી છે. અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ રણોલી વિસ્તારમાં આવેલી શોભા પાર્કના નિવાસી હતા. બાઈક પર જતી વખતે એકાએક તેમના ગળામાં દોરી આવી ગઈ હતી અને તેમને ઈજા પહોંચી હતી.