ચાઈનીઝ એપ્સ પર ડિઝિટલ સ્ટ્રાઈક, ભારતે 232 એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-02-05 15:25:43

સરકારે ફરી એકવાર ચાઈનીઝ એપ્સ પર ડિઝિટલ સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચાઈનીઝ લિંક્સ સાથે સટ્ટાબાજી અને લોન આપતી એપ્સ સામે પગલું ભર્યું છે. જેના ભાગરૂપે તાત્કાલિક અસરથી 138 સટ્ટાબાજીની એપ્સ અને 94 લોન લેન્ડિંગ એપ્સ એટલે કે ચીનની 232 એપ્સ પર પ્રતિબંધ અને બ્લોક કરવાનું શરૂ કર્યું છે. 


ગૃહમંત્રાલયે લગાવ્યો પ્રતિબંધ


ગૃહ મંત્રાલય તરફથી સુચના મળતા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ તાત્કાલિક અને ઈમરજન્સી ધોરણે આ ચાઈનીઝ લિંક્ડ એપ્સને પ્રતિબંધિત અને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છ મહિના પહેલા ચીનની 288 લોન આપતી એપ્સ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, આવી અનેક એપ્સ ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે અને કોઈપણ અન્ય થર્ડ પાર્ટી લિંક દ્વારા કામ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ એપ્સ જે ઘણીવાર લોકોને મોટા પાયે દેવામાં ફસાવવા માટે જાળ ગોઠવે છે.


સુરક્ષા એજન્સીઓએ આપ્યો હતો રિપોર્ટ


રિપોર્ટ મુજબ તેલંગાણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ એપ્સ સામે પગલાં લેવા જણાવ્યું હતું. આ એપ્લિકેશન્સને જાસૂસી સાધનોમાં ફેરવવા માટે સર્વર-સાઇડ સુરક્ષાનો દુરુપયોગ કરવાની સંભાવના છે. કારણ કે આ એપ્સ ભારતીયોના મહત્વના ડેટાને એક્સેસ કરે છે. આવા ડેટાની ઍક્સેસનો ઉપયોગ સામૂહિક દેખરેખ માટે થઈ શકે છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..