રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી બન્યા ચીનના કેપ્ટન, ત્રીજી વખત દેશની કમાન સંભાળશે


  • Published By :
  • Published Date : 2022-10-23 12:59:44

ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ ત્રીજી વખત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CCP)ના જનરલ સેક્રેટરી ચૂંટાઈ ગયા છે. ચીનના સૌથી મોટા નેતા  અને CCPના સંસ્થાપક માઓ ત્સે તુંગ બાદ જિનપિંગ ત્રીજી વખત નિમણૂંક પામનારી ચીનની બીજી સૌથી મોટી હસ્તી બની ગઈ છે. હવે તે વધુ પાંચ વર્ષ માટે આ પદ પર રહેશે. અત્રે ઉલ્લેખનિય છે  કે ચીનમાં સત્તાની ચાવી કમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં છે. આ પાર્ટી ચીની સેનાનું પણ નેતૃત્વ કરે છે.


જિનપિંગે પાર્ટીનો આભાર માન્યો


AFPએ ચીની મીડિયાને ટાંકીને કહ્યું કે શી જિનપિંગ સફળતાપૂર્વક ત્રીજી વખત સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. તેમણે રવિવારે ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પાર્ટીની સપ્તાહ-લાંબી 20મી નેશનલ કોંગ્રેસમાં કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું. આ પ્રસંગે શી જિનપિંગે કહ્યું કે, તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું આખી પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું.


જિનપિંગ માટે ચાર દાયકા જુનો નિયમ બદલાયો


આ પહેલા જિનપિંગને CCPના કેન્દ્રિય સમિતિના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ સમિતિનો કાર્યકાળ બે વર્ષથી વધુ વધારી શકાતો નથી. તેમાં રિટાયરમેન્ટની ઉંમર 68 વર્ષ નક્કી હોય છે. પરંતું જિનપિંગ 68 વર્ષની ઉંમર હોવા છતાં પણ આ પદ પર ટકેલા છે અને તેમના માટે ચાર દાયકા જુનો નિયમ બદલી નાખવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.