ચીને ઈન્ટરનેટ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જ્યો છે, ચીનની કંપનીઓએ દુનિયાનું સૌથી ઝડપી ઈન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું છે. આ પ્રોજેક્ટ સિંધુઆ યુનિવર્સિટી, ચાઈના મોબાઈલ, હુઆવેઈ ટેકનોલોજીસ, અને સેર્નેટ કોર્પોરેશનના સહયોગથી પુરો થયો છે. તેમનો દાવો છે કે લોન્ચ કરવામાં આવેલા ઈન્ટરનેટથી 1.2 ટેરાબિટ ડેટા પ્રતિ સેકન્ડ ટ્રાન્સમિટ થઈ શકે છે. ઈન્ટરનેટની આ સ્પિડ વર્તમાનમાં વિશ્વની અગ્રણી કંપનીઓ દ્વારા આપવામાં આવતા ઈન્ટરનેટ રૂટ્સની તુલનામાં 10 ગણાથી પણ વધુ છે. એવું અનુમાન હતું કે ચીનની આ ઈન્ટરનેટ સ્પિડ 2025માં પ્રાપ્ત કરી શકશે પરંતું આ સમય પહેલા જ આ સિધ્ધી હાંસલ કરી લીધી છે.
China has launched the world's first ultra-high-speed next-generation #internet backbone with a bandwidth of 1,200G bits per second (1.2T), boasting a total transmission #network of over 3,000 kilometers linking #Beijing, #Wuhan, and #Guangzhou. #ChinaTech pic.twitter.com/jfni6Mmhwk
— China News 中国新闻网 (@Echinanews) November 15, 2023
ઈન્ટરનેટ ક્ષેત્રે મોટી ક્રાંતિ
China has launched the world's first ultra-high-speed next-generation #internet backbone with a bandwidth of 1,200G bits per second (1.2T), boasting a total transmission #network of over 3,000 kilometers linking #Beijing, #Wuhan, and #Guangzhou. #ChinaTech pic.twitter.com/jfni6Mmhwk
— China News 中国新闻网 (@Echinanews) November 15, 2023ચીનના મીડિયા રિપોર્ટસ મુજબ આ સમયે ઈન્ટરનેટથી દશ ગણાથી પણ વધુ ઝડપી ઈન્ટરનેટ આવવું આ દિશામાં એક મોટી ક્રાંતિ છે. આ નેકસ્ટ જનરેશન ઈન્ટરનેટ સર્વિસ છે. ચીનનું નવું બેકબોન નેટવર્ક દેશના અગ્રણી શહેરોને જોડતું એક ડેટા નેટવર્ક છે. 3 હજાર કિલોમીટરથી વધુ ફેલાયેલું આ નેટવર્ક એક વ્યાપક ઓપ્ટિકલ ફાઈબર કેબલિંગ સિસ્ટમના માધ્યમથી બીજિંગ, વુહાન અને ગુઆન્ગઝોને જોડે છે. આ ઈન્ટરનેટ સિસ્ટમ પ્રતિ સેકન્ડ 1.2 ટેરાબિટ્સ એટલે કે 1,200 ગીગાબાઈટ્ની આશ્ચર્યજનક સ્પિડ આપે છે. દુનિયાની મોટાભાગનું ઈન્ટરનેટ બેકબોન નેટવર્ક માત્ર 100 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ પર કામ કરે છે. અમેરિકાએ તાજેતરમાં જ 400 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ પર તેની ફિફ્થ જનરેશન ઈન્ટરનેટનો પુરી કરી છે. જો કે ચીનની આ સ્પિડ અમેરિકાની ફિફ્થ જનરેશન ઈન્ટરનેટથી ઘણું આગળ છે.