ચીને આપ્યો અમેરિકાને મોટો ઝટકો, Appleના 20 હજાર કરોડ ડોલર સ્વાહા, જાણો સમગ્ર મામલો શું છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-09 10:12:10

હવે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ખટરાગના કારણે અમેરિકાની કંપનીઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આઇફોન બનાવતી અગ્રણી અમેરિકન કંપની એપલને છેલ્લા બે દિવસમાં મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ સમગ્ર મામલો iPhone સાથે જોડાયેલો છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના સરકારી અધિકારીઓ પર iPhones રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ તેની અસર એપલના શેર પર જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે, ચીનના સરકારી અધિકારીઓ દ્વારા આઈફોનના ઉપયોગ પર પ્રતિબંધના સમાચાર મંગળવારે આવ્યા હતા.


એપલના શેરમાં લગભગ 4 ટકાનો કડાકો


મીડિયા રિપોર્ટ બાદ બુધવારે એપલના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ ગુરુવારે પણ શેરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ બે દિવસના ઘટાડાથી એપલના માર્કેટ કેપમાં લગભગ 20 હજાર કરોડ ડોલર (એટલે ​​કે રૂ. 16.61 લાખ કરોડ)નો ઘટાડો થયો છે.  હાલમાં ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપને બે દિવસમાં એપલના માર્કેટકેપ જેટલી જ ફટકો પડ્યો છે. શુક્રવારે RILનું માર્કેટ કેપ 16.57 લાખ કરોડ રૂપિયા હતું. દરમિયાન, ગુરુવારે Appleનો શેર Nasdaq પર ઘટીને 177.56 ડોલર પર બંધ થયો હતો. 5 સપ્ટેમ્બરે તેની કિંમત 189.7 ડોલર હતી. હાલમાં એપલનું માર્કેટ કેપ 2.80 ટ્રિલિયન ડોલર છે. 


આઇફોન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય શા માટે? 


વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા અહેવાલ મુજબ સરકારી ઓફિસોમાં અધિકારીઓના આઈફોન પ્રતિબંધ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટનું માનીએ તો અધિકારીઓને ઓફિસમાં આઇફોન ન લાવવા અને ઓફિસમાં ઓફિસિયલ કામ માટે આઇફોનનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, તમામ સરકારી ઓફિસોમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. 


Appleને મોટો ફટકો 


જો ચીનમાં તમામ સરકારી કર્મચારીઓ પર આઈફોન રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તો તેના વેચાણમાં લગભગ 5 ટકાનો ઘટાડો થઈ શકે છે, જે આર્થિક રીતે એક મોટો આંકડો હશે. ઉલ્લેખનીય છે કે આઇફોન બનાવનારી કંપની અમેરિકન છે. પરંતુ ચીન આ કંપની માટે મોટું બજાર છે. એક રિપોર્ટ અનુસાર ચીન, હોંગકોંગ અને તાઈવાન એપલ માટે દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. એપલનો ચીનમાં મોટો બિઝનેસ છે. Appleની મોટાભાગની પ્રોડક્ટ્સ અહીં એસેમ્બલ કરવામાં આવે છે. જો ચીન હવે સરકારી અધિકારીઓને આઈફોનનો ઉપયોગ કરતા અટકાવે છે, તો આવનારા દિવસોમાં તે જનતા માટે પણ ફરમાન બહાર પાડી શકે છે. જો કે ચીનના આ પ્રતિબંધ પાછળ કોઈ હેતુ હોઈ શકે છે, તેવું નિષ્ણાતોનું માનવું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?