ચીનમાં ફરીથી કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, કોરોનાના કેસ વધવાના કારણે 20 ઓગસ્ટથી અત્યાર સુધીમાં દેશના 74 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આમાંથી 25 તો રાજ્યના પાટનગર છે. એક રિપોર્ટ મુજબ 33 શહેરોમાં આંશિક કે સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે લગભગ 30 કરોડથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 100 દિવસમાં કોવિડ સંક્રમણના કારણે એક પણ મોત થયું નથી. ચીનની સરકારની ઝીરો કોવિડ નીતિના કારણે આ લોકડાઉન લગાવવામાં આવ્યું છે જો કે તેના કારણે ચીનના અર્થતંત્રને જોરદાર ફટકો પડી રહ્યો છે.
ચીનમાં કોરોનાના અનેક નવા વેરિયેન્ટ મળી આવવાના કારણે લોકડાઉન લગાવવું અનિવાર્ય બન્યું છે. શાંઘાઈ બાદ લોકોની અવરજવર પર પ્રતિબંધિત કરનારૂ ચેંગદુ દેશનું બીજુ શહેર છે. ચેંગદુમાં 2.1 કરોડ લોકોનું સામુહિક ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે.Each day, thousands of drones scan the skies above China's cities, shouting commands for lockdown and restrictions. This is another Shanghai video.#China #chinalockdown #COVID19 pic.twitter.com/znaXwae13s
— We Are Protestors (@WeAreProtestors) September 4, 2022